ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાયર સેફટીના અભાવના કારણે SNS સ્કવેરને ફાયર વિભાગ દ્વારા સીલ કરાયું

સુરત :તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્ર તો સજાક બન્યું છે, પરંતુ લોકો ક્યારે સજાક બનશે તે એક પ્રશ્ન છે. સુરતમાં તંત્રની લાલ આંખ કરવા છતા પણ ફાયર સેફટીના અભાવના કારણે પોશ વિસ્તાર વેસુમાં આવેલા SNS સ્કવેરને ફાયર વિભાગ દ્વારા સીલ કરાયું હતું.

સુરત

By

Published : Jul 31, 2019, 6:46 AM IST


SNS સ્કવેરને ફાયર સેફટી મુદ્દે બે વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ ફાયરની અપૂર્તી સુવિધા હોવાના કારણે ફાયર વિભાગે તેને સીલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોમ્પ્લેક્સમાં આવેલા નેશનલાઈઝ બેન્કને સીલમાંથી બાકાત રાખવામાં આવી છે.

ફાયર સેફટીના અભાવના કારણે SNS સ્કવેરને ફાયર વિભાગ દ્વારા સીલ કરાયું

પરંતુ SNS સ્કવેરમાં આવેલી મોટાભાગની દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ જ સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details