ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવકે સોનાની દાણચોરીનો નવો પેતરો અપનાવ્યો, જાણીને તમને પણ લાગશે નવાઈ

વાપીમાં દાણચોરીની ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પર થતી અટકાવવામાં(Smuggling the railway station) આવી છે. મધ્યપ્રદેશના કરિયાણાની દુકાન ધરાવતો શખ્સ(smuggling in Vapi) દુબઈથી 500 ગ્રામ સોનાની બે કેપસુલ ગુદામાર્ગમાં સંતાડી મુંબઈ જઈ રહેલા કેરિયરને DRI સુરત અને વાપીની ટીમે રેલવે સ્ટેશનથી ઝડપી પાડયો હતો.

smuggling in Vapi: યુવકે શરીરના આ ભાગમાં સંતાડ્યું હતું લાખોનું સોનું, જાણીને તમને પણ નવાઈ લાગશે
smuggling in Vapi: યુવકે શરીરના આ ભાગમાં સંતાડ્યું હતું લાખોનું સોનું, જાણીને તમને પણ નવાઈ લાગશે

By

Published : Apr 30, 2022, 2:36 PM IST

સુરત:દાણચોરીની ઘટના વાપીમાં પ્રકાશમાં આવી છે. તેનાથી DRI પણ આશ્ચર્યમાં મુકાઈ (Incident of smuggling in Vapi )ગઈ છે. આ વખતે આ ઘટના એરપોર્ટ પર નહીં પરંતુ રેલવે સ્ટેશન પર થતી અટકાવવામાં આવી છે. મધ્યપ્રદેશના કરિયાણાની દુકાન ધરાવતો મયંક જૈન દુબઈથી 500 ગ્રામ સોનાની બે કેપસુલ ગુદામાર્ગમાં સંતાડી મુંબઈ જઈ રહેલા કેરિયરને DRI સુરત અને વાપીની ટીમે રેલવે સ્ટેશનથી (Smuggling the railway station)ઝડપી પાડયો હતો.

આ પણ વાંચોઃGujarat Drugs Smuggling Racket: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી ઓપરેટ થતી હતી ડ્રગની હેરાફેરી કરતી ગેંગ

સોનાની બે કેપસુલ ઝડપાય -DRIને માહિતી મળી હતી કે આ વખતે દાણ ચોરીની (Gold smuggling)ઘટના એરપોર્ટ નહીં પરંતુ રેલવે મારફત એક યુવાન કરવા જઈ રહ્યો છે. બાતમીના આધારે તારીખ 24 એપ્રિલના રોજ DRIની ટીમ વાપી રેલવે સ્ટેશનના અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન (Gujarat Express train)માંથી મયંક જૈન નામના શખ્સની અટકાયત કરી હતી. મૂળ મધ્યપ્રદેશ ડીંડોરી જિલ્લાના રહેવાસી મયંક જૈન DRI અધિકારીઓએ સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ સાથે તેનો એક્સરે લઇ ચકાસણી કરતા તેના ગુદામાર્ગમાં 500 ગ્રામના સોનાની બે કેપસુલ છુપાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જે જોઈ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

આ પણ વાંચોઃGold seized at Surat Airport: મુંબઈના વૃદ્ધ દંપતી સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતા ઝડપાયા, કઈ રીતે લાવ્યા સોનું, જૂઓ

પ્રતિ ટ્રિપ રૂપિયા 20 હજાર -મયંક જૈન કરિયાણાની દુકાન ધરાવે છે. મયંક અગાઉ બે વખત દુબઈ જઈ આવ્યો હતો. પરંતુ સોનાની દાણચોરી પહેલી વખત જ કરી હોવાનું તેણે અધિકારીઓને જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે મુંબઈમાં રહેલી ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટ દ્વારા મયંકને દુબઈથી સોનું મુંબઈ સુધી લાવી ડીલીવરીના કામ માટે પ્રતિ ટ્રિપ રૂપિયા 20,000 અને ટ્રિપનો ખર્ચ ચૂકવવાનું નક્કી થયું હતું. DRIની ટીમએ રૂપિયા 25 લાખની સોનાની બે કેપસુલ કબજે કરી મયંકની ધરપકડ કરી છે. ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટ હવે કઈ રીતે એરપોર્ટ સાથે રેલવેના માધ્યમથી આને કેસ ચલાવી રહી છે તે અંગેની વધુ તપાસ આદરી છે.

ABOUT THE AUTHOR

...view details