- 10 દુકાનોના તાળા તોડ્યા પણ એક જ દુકાનમાંથી મત્તા પડી
- પોલીસની રાત્રી પેટ્રોલિંગના ઉડ્યા ધજાગરા
- પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
સુરતઃ જિલ્લાના બારડોલી નજીક તેન GIDCમાં આવેલી 10 અલગ-અલગ દુકાનોના તાળા તોડી તસ્કરો રૂપિયા 94 હજારની મત્તા ચોરી કરી હતી. તસ્કરોને માત્ર એક જ દુકાનમાંથી રોકડ હાથ લાગી હતી. જ્યારે બાકીની દુકાનોમાંથી તસ્કરોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
બારડોલીના તેન GIDC વિસ્તારમાં ચોરીની ઘટના
બારડોલીના તેન GIDC વિસ્તારમાં દસ જેટલી દુકાનોના તાળાં તૂટતાં હતા. એક સાથે 10 દુકાનોના તાળાં તૂટતાં બારડોલી પોલીસની રાત્રિ પેટ્રોલિંગના પણ ધજાગરા ઊડી હતા. એક ફર્નિચરની દુકાનમાંથી 94 હજારની મત્તાની ચોરી થઈ હતી. જ્યારે અન્ય દુકાનોમાંથી તસ્કરોને કશું હાથ લાગ્યું ન હતું.
બારડોલીની તેન GIDCમાં તસ્કરોનો તરખાટ, 10 દુકાનોને બનાવી નિશાન ફર્નિચરના શો રૂમમાં કરી ચોરી
બારડોલીની તેન GIDC વિસ્તારમાં આવેલી હોઝ ઇન્ટિરિયઝ નામનો ફર્નિચરનો શો રૂમને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. શો રૂમના માલિક વિશાલ મહેતાએ આપેલી ફરિયાદ મુજબ બુધવારના રોજ તેમના શોરૂમનું શટર ઊંચું હતું અને ઓફિસના દરવાજાનું લોક પણ તૂટેલું હતું. ઓફિસની તિજોરીમાં મૂકેલા 90 હજાર રોકડા અને એકાઉન્ટ ઓફિસના ડોવરમાંથી 4 હજાર રોકડા મળી કુલ 94 હજાર રૂપિયાની મત્તાની ચોરી થઈ હતી.
અન્ય દુકાનોના તાળા તૂટ્યા પરંતુ ચોરી થઇ ન હતી
આ ઉપરાંત અન્ય દુકાનોના પણ તાળાં તૂટ્યા હતા, જેમાં મનસુખ ભગવાન વૈષ્ણવના ફર્નિચરના શોરૂમ, પરસોત્તમ રૂડાણીનું જલારામ શો રૂમ, જતિન બાબુ ટાંકની મારુતિ ટાઇલ્સ નામની દુકાન, અશોક શંકર જૈનની દુકાનનું શટર, કેવલ સુરેશ શાહની દુકાનનું તાળું તેમજ અન્ય 4 દુકાનો મળી કુલ 10 દુકાનોના તાળાં તૂટ્યા હતા પરંતુ તેમાંથી કશું વસ્તુની ચોરી થઈ ન હતી.
ચોરીની ઘટના CCTVમાં કેદ
ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ હતી.4 થી 5 શખ્સો શોરૂમમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. પોલીસે CCTVફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.