ગુજરાત

gujarat

By

Published : Jan 12, 2020, 1:10 PM IST

ETV Bharat / state

JNUના હિંસાકારીઓ સુરતી વિદ્યાર્થીઓ પાસે પાઠ ભણેઃ સ્મૃતિ ઈરાની

સુરતઃ કેન્દ્રીય ટેક્સટાઈલ અને મહિલા તેમજ બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓએ ડુમ્મસ બીચ પર સફાઈ કર્યા બાદ CAAના સમર્થનમાં સંબોધન કર્યુ.

smruti-irani-on-jnu
smruti-irani-on-jnu

સ્મૃતિ ઈરાનીએ CAAના સંબોધન પ્રસંગે JNU હિંસાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સમગ્ર ઘટનામાં હિંસાકારીઓએ સુરતના વિદ્યાર્થીઓ પાસે કંઈક શીખવું જોઈએ. સુરતના વિદ્યાર્થીઓ રોજ કંઈક વિશેષ કાર્યક્રમો કરે છે. તેઓ લોકહિતાર્થે કાર્યરત હોય છે.

JNUમાં હિંસાકારીઓ સુરતી વિદ્યાર્થીઓ પાસે પાઠ ભણેઃ સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ CAA સંદર્ભે કહ્યું કે, આ કાયદો ભારતીયોને કોઈ નુકશાન પહોંચાડતો નથી. તેમાં ફક્ત નાગરિકતા આપવાની વાત છે. નાગરિકતા છીનવવાની નહીં. વિપક્ષ આ મુદ્દે ખોટી રીતે રાજકારણ કરી રહ્યું છે. તેમજ લોકો સુધી ખોટી માહિતી પહોંચાડી રહ્યું છે. આ કાયદાથી વર્ષોથી પીડિત લોકોને ન્યાય મળશે. પાકિસ્તાનમાં ત્યાંના લઘુમતીઓ પર અપરાધની ઘટનાઓ વધી છે. તેવામાં ભારત જેવા દેશમાં આ કાયદો લાગુ કરવો જરૂરી હતો.

આ પહેલા સ્મૃતિ ઈરાનીએ સુરતના ડુમ્મસ બીચ પર જઈને સ્વચ્છતાના કાર્યક્રમમાં ભાગ લીધો. જ્યાં સફાઈ કરી શ્રમદાન કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details