ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સ્મૃતિ ઈરાનીએ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું - Surat

સુરતઃ માંગરોળના મોલવણ ગામ ખાતે નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું આજે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની સહિત સાંસદ સી.આર. પાટીલ, દર્શનાબેન જરદોશ તથા પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પોટ

By

Published : Mar 6, 2019, 6:56 PM IST

આ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું ૧૧૬ કરોડના ખર્ચે અને ૪૭ એકરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કમાં કેન્ટીન, ટ્રેનિંગ સેન્ટર તથા વર્કર માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. નવા બનાવેલા ટેક્સટાઇલ પાર્ક થી આજુબાજુના આશરે ૪થી ૫ હજાર લોકોને રોજગારી મળશે.

જુઓ વી઼ડિયો

ABOUT THE AUTHOR

...view details