સુરત:કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ સિટી કોન્ટેસ્ટમાં ઉત્તર પ્રદેશને રાજ્ય કેટેગરીમાં પ્રથમ (UP Smart City)સ્થાન મળ્યું છે. વારાણસીને સ્માર્ટ સીટી કોવિડ મેનેજમેન્ટ માટે પણ પ્રથમ એવોર્ડ મળ્યો છે. સ્માર્ટ સિટી લીડરશીપ સહિત (Smart City Mission 2022) કુલ ચાર શ્રેણીઓમાં વારાણસીને પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવી છે. સુરતમાં આયોજિત આ ઇવેન્ટમાં રાજ્ય કેટેગરીમાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન મેળવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
Smart City Mission 2022: સ્માર્ટ સીટી એવોર્ડમાં શ્રેષ્ઠ રાજ્યમાં યુપીએ મારી બાજી, વારાણસીને 4 એવોર્ડ મળ્યા - National Smart Cities
સુરતમાં આયોજિત ઇવેન્ટમાં (Smart City Mission 2022)રાજ્ય કેટેગરીમાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાન(UP Smart City) મેળવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કેન્દ્ર સરકાર તરફથી સ્માર્ટ સિટી કોન્ટેસ્ટમાં ઉત્તર પ્રદેશને રાજ્ય કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. વારાણસીને સ્માર્ટ સીટી કોવિડ મેનેજમેન્ટ માટે પણ પ્રથમ એવોર્ડ મળ્યો છે.
યુપી સ્માર્ટ સિટી મિશન -યુપીસ્માર્ટ સિટી મિશનના(UP Smart City Mission)ડિરેકટર ડોક્ટર ઇન્દ્રમણી ત્રિપાઠી એ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષથી ટ્રાન્સફોર્મશન જોવા મળી રહ્યું છે. માત્ર એક જ નહીં અનેક સેકટરમાં અમે સારું કામ કરી રહ્યા છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ અમારા 10 શહેરોએ ખૂબ જ સારું કામ કર્યું છે. સાથે સાથે યુપીએ નવુ ઇનોવેશન કર્યું છે. સેન્ટ્રલ સ્માર્ટ સિટી 100 છે .જેમાં(Smart city mission logo)સાત શહેરો સ્માર્ટ સિટી તરીકે વિકસિત થયા જેની ફન્ડિંગ રાજ્ય સરકારે કરી. યુપીમાં 17 નગરપાલિકાઓ છે. જેમાંથી 10 સેન્ટ્રલ સ્પોન્સર સ્માર્ટ સિટીમાં છે. અન્ય સાત નગર નિગમ જેમાં અયોધ્યા, ગોરખપુર, ફિરોઝાબાદ, મથુરા, ગાઝિયાબાદ આ શહેરોને અમે સ્માર્ટ સીટી તરીકે ડેવલપ કરવાનું શરૂ કર્યું. તમામ સ્માર્ટ સુવિધાઓ આ શહેરોમાં જોવા મળે છે. 17 માંથી 16 શહેરોમાં ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ચાલુ થઈ ગયું છે.
102 કોર્પોરેશનને અમે સ્માર્ટ બનાવીશું -વધુમાં તેમણે કહ્યું કે અમારા સ્માર્ટ સિટીમાં જોવા જઈએ તો 10 હજાર કરોડનું જેટલું લેઆઉટ હતું. કુલ 508 જેટલા કામો હતા. એમાંથી 53 ટકા કામ અમે પૂર્ણ કરી લીધા છે વર્ક કમ્પીશનમાં યુપી દેશનું પ્રથમ રાજ્ય છે. આવનાર દિવસોમાં અમે 102 કોર્પોરેશનને અમે સ્માર્ટ બનાવીશું. જેમાં અમે રિપ્લિકેશન અને એડોપ્શન મોડ પર જઇશું અમારી 17 જેટલી જે કોર્પોરેશન છે તેને મેપ કરીશું.