સુરતઃશહેરના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડનજર્જરિત હાલતમાં હોય તેનું ડિમોલિશન કરવામાં આવતું હતું તે વખત દરમિયાન જ લાઇન દોરીની ઉપરની દિવાલ અચાનક ધરાશાયી (Surat Fire Department)થતા નીચે ઉભા કેટલાક લોકો દબાઈ ગયા હતા. જોકે પ્રાથમિક માહિતી મુજબ નીચે બે લોકો ઊભા હતા અને અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમાં બે લોકો દબાઈ ગયા હતા જેને લઇને સ્થાનિક લોકો એ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બે લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. હજી પણ અન્ય ત્રણ લોકો અંદર ફસાયા હોવાની આશંકા જોવા મળી રહી છે.
બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું -પાર્કિંગની ઉપરની દિવાલ પડવાને કારણે નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. તેમાં બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને તેમની હાલત પણ ખૂબ જ ગંભીર હતી.પરંતુ હજી પણ કોઈ દબાયું છેકે નહીં તેની માટે અમે લોકો દિવાલ તોડી રહ્યા છે.ફાયર વિભાગને આ કોલ 40 મિનિટ પેહલા આવ્યો હતો.
આ પણ વાંચોઃમહેસાણા બાદ ખેરાલુ સિવિલ હોસ્પિટલની છતનો કાટમાળ ધરાશાય