સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે - બિહાર વિકાસ પરિષદ સુરત
સુરત : બિહાર સિવાય છઠ પૂજા સુરતમાં પણ જોવા મળશે. સુરતમાં વસતા લાખોની સંખ્યામાં બિહારવાસીઓ છઠની પૂજા તાપી નદી કિનારે કરશે. જેની માટે બિહાર વિકાસ પરિષદ સહિત અન્ય સંસ્થાઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે.
![સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4928700-thumbnail-3x2-surat.jpg)
સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે
સુરત શહેરમાં આશરે આઠ લાખ જેટલા બિહારના લોકો વસે છે ,પોતાનું વતન છોડી અહીં રોજીરોટી માટે આવેલા મોટી સંખ્યામાં બિહારના લોકો દર વર્ષે છઠ પૂજા કરતા હોય છે જેના માટે સુરતમાં 14 સ્થળોએ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાપી નદીના કિનારા સહિત નહેર અને તળાવોની પાસે છઠ પૂજાની તૈયારી કરવામાં આવી રહી છે.1993માં પ્રથમવાર બિહાર વિકાસ પરિષદ દ્વારા છઠપૂજાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે એક જ સ્થળથી આ પૂજા શરૂ થઈ હતી. આજે પ્રથમવાર 14 સ્થળોથી છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં પ્રથમ વાર 14 જુદી જુદી જગ્યાઓ પર છઠ પૂજા કરવામાં આવશે