શિવરાજ સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વનરાજ છે, તો મઘ્યપ્રદેશમાં ટાઈગર છે. આમ જોઈએ તો બંને એકબીજાથી અલગ નથી. પાણી વિવાદ અંગે કોર્ટ જે ચુકાદો આપશે તે માન્ય રહેશે. જળ એ દેશની સંપતિ છે અને દેશની સંપતિમાં કોઈ ભેદભાવ થાય તે સવાલ જ ઉભો થતો નથી. બંને રાજ્યનું હિત જળવાઈ રહે, તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમજ સિંચાઈ સુવિધા માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આવેલા 'મામા'એ ઉન્નાવ રેપ કેસના આરોપીનો લૂલો બચાવ કર્યો, ઘટનાથી અજાણ હોવાનો દાવો આ ઉપરાંત નદીઓને એક કરવાની કામગીરી અંગે પણ વિચારવામાં આવ્યું છે. જેથી બંને રાજ્યને પણ ન્યાય મળી શકે. નર્મદા ઓથોરિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેનો સંપૂર્ણપણે અમલ થશે. અમે કોઈને અન્યાય થાય તેવું ઈચ્છતા નથી.
મીડિયાએ પ્રિયંકા ગાંધીના ટ્વિટ પર સવાલ કરતા કહ્યુું હતું કે, દેશના ચકચારી ઉન્નાવ રેપકેસના આરોપી ધારાસભ્ય હજુ પણ ભાજપમાં છે. તો પાર્ટીનો બચાવ કરતાં શિવરાજસિંહે કહ્યું હતું કે, આ ઘટનાની મને કોઈ જાણકારી નથી. ભાજપની નીતિ અનુસાર જો ખોટા કામો કરવામાં આવશે તો પાર્ટીમાં તેમના માટે કોઈ સ્થાન નથી, તેમજ પાર્ટી દ્વારા સપોર્ટ પણ કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત મધ્યપ્રદેશમાં તેમની પાર્ટીની 2 વિકેટ પડી ગઈ છે, તે અંગે પૂછતા તેમણે જવાબ આપ્યો હતો કે, અમને વિકેટ પાડવામાં રસ રાખતા નથી, પરંતુ ગંદકી સાફ કરવામાં ભરોસો રાખીએ છીએ.