ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રફુલ સાડી ખંડણી કેસ: સુરત કોર્ટે શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીને 30 સપ્ટેમ્બરે હાજર થવા કર્યો આદેશ - બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી

સુરત: બૉલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2003માં સુરતના પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ મોડલિંગ કરી હતી. જે મોડલિંગ માટે એક કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર મુજબ પેમેન્ટ શિલ્પા શેટ્ટીને ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ કરારની તારીખ પૂર્ણ થયા બાદ પણ પ્રફુલ્લ સાડીએ શિલ્પા શેટ્ટીવાળી એડ ચાલુ રહેતા શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ એડ બંદ કરવા અને વધુ પેમેન્ટની માંગણી કરી હતી.

shilpa

By

Published : Sep 17, 2019, 10:11 PM IST

ફરિયાદી પંકજ અગ્રવાલે વર્ષ 2003માં ફરિયાદ નોંધાવી હતી કે, શિલ્પા શેટ્ટીની માતાએ સુનંદા શેટ્ટીએ અંડર વર્લ્ડ ડોન ફજલુ રહેમાન થકી ખંડણીની માગણી કરી હતી. સુનંદા શેટ્ટીઓએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેને હાલ રદ કરવામાં આવી છે. 10 વર્ષથી સુરત કોર્ટમાં ટ્રાયલ શરુ થઈ નહતી. સુરત કોર્ટે સુનંદાને 30મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details