10 વર્ષ જુના પ્રફુલ સાડી ખંડણી કેસમાં આજે ચાર્જફ્રેમની કાર્યવાહી કોર્ટમાં હાથ ધરાઈ હતી. હાઈ પ્રોફાઈલ ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીએ પ્રફુલ સાડીની સ્વીટઝરલેન્ડ અને પેરીસમાં શુટિંગ કરી એક એડ ફિલ્મ બનાવી હતી. કેસના ફરિયાદી મુજબ આ એડ રિલિઝ કરવાની કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. ફરિયાદીએ આ એડના શુટિંગ પેટે રૂપિયા 5 લાખ ચૂકવી દીધાં હતા. જોકે એડને લઈ રોયલ્ટીની રકમ બાબતે વિવાદ સર્જતાં સુન્નદા શેટ્ટી અને સુરેન્દ્ર શેટ્ટી પર આરોપ છે કે, તેઓએ દિનેશ અને પદ્મનાથન મારફતે અંડરવર્લ્ડ ડોન ફજલું અને અશરફને 2 કરોડની ખંડણી વસૂલવા અંગે સોપારી આપી હતી.
પ્રફુલ સાડી ખંડણી કેસ: શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી કોર્ટમાં ચાર્જફ્રેમ માટે હાજર - પ્રફુલ સાડી ખંડણી કેસ
સુરતઃ હાઈપ્રોફાઈલ પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં આજે સુરત કોર્ટમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી આ કેસમાં ચાર્જફ્રેમ માટે હાજર રહી હતી. કોર્ટમાં ચાર્જફ્રેમ કરાયા બાદ કેસની આગામી તારીખ 17મી ઓક્ટોબર રાખવામાં આવી છે. પરંતુ શિલ્પા શેટ્ટીની માતા આજે કોર્ટમાં આવી પરત જતી રહેતા કોર્ટમાં હાજર લોકોને પણ આ બાબત ખબર પડી નહીં.
etv bharat
તા. 24,25મી માર્ચ, 2003થી તા 1લી મે, 2003 દરમિયાન ફરિયાદીના ઘરે 22 વખત ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. અને બે કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ કેસમાં સુનંદા શેટ્ટી તરફથી ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. જેણે કોર્ટે રદ્દ કરી આજે 30મી સપ્ટેમ્બર હાજર રહેવા જણાવ્યું હતું. હવે આ કેસમાં 17મી ઓક્ટોબરની તારીખ કોર્ટે આપી છે.