ઈચ્છાનાથ મહાદેવનો મહિમા અનેરો સુરતઃ સદાશિવના પ્રિય એવા શ્રાવણના પ્રારંભે સુરતમાં વહેલી સવારથી શહેરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ભક્તો ભક્તિભાવ સાથે શ્રાવણ માસની ઉજવણી કરશે.તેની સાથે વિવિધ તહેવારોનું પણ આગમન થશે.હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. અધિક શ્રાવણને કારણે આ વર્ષે શ્રાવણના આગમન વિલંબથી થયું છે.છેલ્લા એક માસથી અધિક-પુરુષોત્તમ માસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચનાનો દોર જોવા મળ્યો હતો.આજથી મધા નક્ષત્ર અને પરિધ યોગમાં પવિત્ર શ્રાવણનો આરંભ થઇ ગયો છે.
શિવલિંગ અભિષેકનો અનેરો મહિમાઃ ભક્તો દૂધ, દહીં, મધથી બનેલા પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરે છે. ભક્તો બીલી પત્ર પણ ચડાવે છે. એક બીલી પત્રથી ભગવાન શિવ ખુશ થઈ જાય છે અને ભકતોના દુઃખ દૂર કરે છે કારણ કે મહાદેવજીને બીલી પત્ર બહુ પસંદ છે. ભગવાન શિવની ઉપાસના, સેવા કરીને શિવભક્તોને શાંતિ મળે છે.
શિવલિંગ પર જળાભિષેક મહત્વનું
મંદિરમાં પ્રથમ શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.અહીં ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં દરેક પ્રકારની ઉન્નતિઓ થાય છે. ગુજરાતમાં આ એક પહેલું એવું મંદિર છે. અહીં શિવલિંગ ઉપર જ છે. એટલે શિવમાં અંદર હું અને મારા અંદર શિવ આ આ રીતે ભક્તો પ્રાર્થના કરે છે ત્યારે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જતી હોય છે. અહીં મોટા ટબમાં પાણી હોય છે તેમાં ગંગાજળ પણ નાખી દેવામાં આવે છે. જેથી લોકો દૂધ ન લઈ આવી શકે તો આ ગંગાજળ પાણીનો ઉપયોગ કરી શકે છે...રામકૃષ્ણ ઉપાધ્યાય(પૂજારી, ઈચ્છાનાથ મહાદેવ, સુરત)
મધાનક્ષત્રમાં શ્રાવણનો શુભારંભઃ મઘા નક્ષત્રમાં શ્રાવણ માસની ઉજવણીનું અનેરૂ મહત્વ છે. આજે શ્રાવણ માસની શરૂઆત આ મધા નક્ષત્રમાં થઈ છે. તેથી આ મહિનામાં શિવપૂજા ઈચ્છિત ફળ આપે છે. શિવભક્તો શિવમંદિરે શિવલિંગ પર જળ, દૂધ અને ગંગાજળનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. તા. 17થી 29 તારીખ સુધી મઘા નક્ષત્રમાં શ્રાવણ માસની ઉજવણીનો અનેરો મહિમા રહશે.
- આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, જાણો શુું છે બાર જ્યોતિર્લિંગ નું મહત્વ?
- Bhavnagar News: 2.5 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ, શ્રાવણ માસની શરૂઆત થતા ભોળાનાથને રીઝવવા ભક્તો આતુર