ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોલેજના યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, વીડિયો વાયરલ આપી ધમકી - sexual abuse crime

સુરતના કતારગામ વિસ્તારમાં રોકાણ કરેલા પૈસા પરત આપવા ન પડે તે માટે કોલેજિયન યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ બાદ, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 1.26 કરોડ પડાવી લેનારા આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે.

સુરત કોલેજીયન યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડિયો વાયરલ કરવાની ધમકી આપી
સુરત કોલેજીયન યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડિયો વાયરલ કરવાની ધમકી આપી

By

Published : Jul 22, 2021, 2:53 PM IST

  • કોલેજનીાયુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો વાયરલની આપી ધમકી
  • વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી 1.50 લાખ મેળવ્યા
  • ધંધા શરૂ નહિ કરતા કોલેજની યુવાને રોકાણ કરેલા પૈસા પરત માગ્યા હતા

સુરત : શહેરના કતારગામ વિસ્તારમાં આરોપીએ કોલેજીયન યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડિયો ઉતાર્યો હતો. વિડીયો ઉતાર્યા બાદ વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 1.26 કરોડ પડાવ્યા હતા. આ મામલે આરોપી જયદીપ ટાંકેના જમીન કોર્ડએ નામંજુર કર્યા છે. કોલેજીયન યુવાનને અગાઉ મિનરલ વોટર અને માર્ચ મહિનામાં કોરોના કાળ દરમિયાન સેનેટાઈઝરના ધંધામાં રોકાણના નામે આરોપી વિજય સાટીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે 1.50 લાખ મેળવ્યા હતા.

આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં pm રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરી ખાધો

કોલેજીયન યુવાનને ડભોલી ખાતે ગોડાઉનમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

કોલેજીયન યુવાને ઉઘરાણી શરૂ કરતા આરોપીઓએ યુવાનને ડભોલી ખાતે ગોડાઉનમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ અંગે કતારગામ પોલીસ મથકમાં આરોપી વિજય સાટીયા, ભરત ઉર્ફે લાખા બોધા સાટીયા, ભોળા સાટીયા, જયસુખ ઉર્ફે ભોળા કાળુ મેર, કરણ ત્રિવેદી સહિત 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

કોલેજીયન યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડિયો ઉતાર્યો

આરોપીએ કોલેજીયન યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડિયો ઉતાર્યો હતો. વિડીયો ઉતાર્યા બાદ વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 1.26 કરોડ પડાવ્યા હતા. આ ગુનામાં કતારગામ પોલીસે આરોપીઓને પકડી જેલ ભેગા કર્યા હતા. આથી, કતારગામ વિસ્તારમાં આવેલ લલિતા પાર્ક સોસાયટીમાં રહેતો આરોપી જયદીપ અરવિંદ ટાંકાએ જામીન માંગ્યા હતા.

આ પણ વાંચો:સુરત ACBની ટીમે સિમ્મેર હોસ્પિટલના મેડિકલ ઓફિસરની 2500 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી

આરોપીઓએ 25 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા

આરોપીના વિરોધમાં કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ ભોગ બનનાર પાસેથી આઈફોન 12 પ્રોમેક્ષ મોબાઈલ, આઇપોટ, એપલના આઈફોન, ઘડિયાળ અને રૂપિયા 25 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. ગુનામાં આરોપીઓની સક્રિય સંડોવણી હોવાથી જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે આરોપીઓ ચેડા કરી શકે તેવી સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details