સુરત : શહેરમાં પાવર લુમ્સનો ઉદ્યોગ ઘણો મોટો છે, અને તેમાં પણ ખાસ કરીને આ ઉદ્યોગ સુરતની ઓળખ સમાન છે. હાલમાં કોરોનાની મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું. જેના કારણે સરકારે ઉદ્યોગોને શરતોને આધિન ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપી હતી. જેમાં સચિન GIDCમાં આવેલ કેમિકલ,ડાંઇંગ મિલ સહિત પાવર લુમ્સના અમુક યુનિટો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટનસિંગ સાથે એક પાળીમાં આ લુમ્સ ચાલી રહ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સચિન GIDCમાં કેમિકલ, ડાઈંગ મિલ સહિત પાવર લુમ્સના કેટલાંક યૂનિટો શરૂ
હાલમાં ચાલી રહેલા લોકડાઉનમાં સરકારે શરતોને આધીન ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપી હતી. શરતોને આધીન હાલમાં સચિન GIDC ખાતે પાવર લુમ્સના 10 જેટલા યુનિટો સહિત કેમિકલ અને ડાઇંગ મિલ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ સરકાર દ્વારા હાલમાં 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ MSME ઉદ્યોગોને ખાસ પેકેજ આપવામાં આવતા લુમ્સના કારખાનેદારો રાહત અનુભવી રહ્યા છે.
સુરત GIDC
ખાસ કરીને સરકાર દ્વારા નાના ઉદ્યોગો માટે જે જાહેરાત કરવામાં આવી તેને લઈને લુમ્સના કારખાનેદારોમાં એક ખુશી જોવા મળી હતી. આ સાથે જ લોકડાઉનમાં થયેલ નુકસાનમાં એક આશાનું કિરણ તેમને દેખાયું હતું. તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જો કે, લુમ્સના ઘણા ઉદ્યોગકારોએ પણ પોતાના લુમ્સ શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.