સુરતઃ બારડોલીના એક ગામમાં કિશોર સહિત ચાર શખસે એક યુવતીને બાઈક પર બેસાડી મહુવાના મહુડી ગામે એક ખેતરમાં લઈ જઈ તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ જામીન મેળવવા બારડોલી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી હતી.
બારડોલી સેશન્સ કોર્ટે સામુહિક દુષ્કર્મના આરોપીની જામીન અરજી નામંજૂર કરી
બારડોલીના એક ગામમાં કિશોર સહિત ચાર શખ્સોએ એક યુવતીને બાઈક પર બેસાડી મહુડી ગામે એક ખેતરમાં લઈ જઈ તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ જામીન મેળવવા બારડોલી સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી હતી.
આ બનાવ અંગેની મળતી વિગત મુજબ 24 જુલાઈની રાત્રે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના પારડી (આરક) ખાતે રહેતા અમિત સંજય હળપતિ (19), હિતેશ શંકર હળપતિ (20), વાંકાનેરના વાડી ફળિયામાં રહેતા મિતેશ લાલુ હળપતિ (19) અને એક 16 વર્ષના કિશોરે બારડોલી તાલુકાના એક ગામની યુવતીને ઘરની બહાર બોલાવી તેને બાઈક પર બેસાડી લઈ ગયા હતા. તેઓ આ યુવતીને મહુવા તાલુકાના મહુડી ગામે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેને મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.
આ ઘટના અંગે યુવતીએ બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે ચારેય આરોપીઓ સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં પકડાયેલા મિતેષ લાલુ હળપતિએ જામીન મેળવવા માટે બારડોલીની અધિક જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં અરજી કરી હતી. ગુરુવારે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ જી. એન. પારડીવાલાની દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટના જજ બી. એલ. ચૌધરીએ જામીન અરજી નામંજૂર કરી હતી.