ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં મહિલા ગ્રુપ દ્વારા પાલિકાને સેનિટાઈઝ મશીન ભેટ કરાયું - સેનિટાઈઝ મશીન ન્યુઝ

સુરતમાં વેસુ વિસ્તારના મહિલા ગ્રુપ દ્વારા પાલિકાને લાખોના ખર્ચે સેનિટાઈઝ મશીન ભેટ કરવામાં આવ્યું છે.

surat
surat

By

Published : Apr 6, 2020, 8:38 PM IST

સુરત : કોરોના વાઇરસના ચિંતાજનક કેસો સામે આવી રહ્યા છે. જે વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવી રહ્યો છે તે વિસ્તારમાં પાલિકા દ્વારા ડિસઇન્ફેક્ટન્ટ અને સેનિટરાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

કોરોનાની મહામારી સામે પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલી લડતને લઈ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. જ્યાં શહેરના વેસુ વિસ્તારના મહિલા ગ્રુપ દ્વારા પાલિકાને લાખોના ખર્ચે સેનિટરાઈઝ મશીન ભેટ કરવામાં આવ્યું છે.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી રીતુ રાઠી અને તેનું ગ્રુપ છેલ્લા લાંબા સમયથી સોશિયલ એક્ટિવિટીઝ અને સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. આજે જ્યારે સુરત મહાનહારપાલિકા કોરોનાની મહામારી સામે લડત ચલાવી રહી છે, ત્યારે પાલિકાને સહભાગી બનવા આ ગ્રુપ આગળ આવ્યું છે.

રિતું રાઠી અને તેના મહિલા ગ્રુપ દ્વારા પાલિકાને સેનિટરાઈઝ મશીન ભેટમાં આપવામાં આવ્યું છે. જે મશીન શહેરના રોડ રસ્તાઓ પર સેનેટરાઈઝેશનની કામગીરી કરવામાં બહું ઉપયોગી સાબિત થશે.

મશીનમાં અલગ અલગ નોઝર આપવામાં આવ્યા છે. જે દસ ફૂટ સુધી સેનેટાઈઝેશનનો ફોમ ચલાવી શકે છે. મશીનની સાથે 600 લીટરની ટેન્ક આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details