સુરત: એક અઠવાડિયા પહેલા સ્મીમેર હોસ્પિટલમાં મોડી રાત્રે ડોક્ટર નિર્મલને તેમના જ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિકે એક દર્દીની હિસ્ટ્રી પૂછી હતી. જે અંગે ડોક્ટર નિર્મલ જાણકારી આપી શક્યો નહોતો. જેથી ડોક્ટર ઋત્વિકે નિર્મલની ટકોર કરી હતી. આ ટકોર બાદ ડોક્ટર નિર્મલે ડોક્ટર ઋત્વિકને ઉશ્કેરાઈને જવાબ આપ્યો હતો. તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને મારામારી પણ થઈ હતી.
તપાસ કમિટીની રચના:આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ડીન ડોક્ટર હોવલે દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. અલગ અલગ વિભાગના પાંચ વડા તપાસ કમિટીમાં સામેલ થયા હતા. આ તપાસ કમિટીમાં સાઈકિયાટ્રિક વિભાગ વડા ડોક્ટર પરાગ શાહ, સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમા, એનો ટોમી વિભાગના વડા ડોક્ટર દીપા ગુપ્તા, રેડિયોલોજી વિભાગના વડા ડોક્ટર મોનાશાસ્ત્રી અને ટીબી ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર અરવિંદ પાંડે સામેલ હતા.
છ મહિના માટે સસ્પેન્ડ: સમગ્ર કેસ રેગિંગનો છે કે નહીં તે અંગે આ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી હતી અને આ રિપોર્ટ હોસ્પિટલના ડીનને સોપાયો હતો. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરાયો હતો. આ રિપોર્ટના આધારે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને છ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. આ સાથે ડોક્ટર નિર્મલને પણ તેમના વિભાગના વડા દ્વારા ટકોર કરાઈ હતી.
" સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિકને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓને એક ટર્મની સજા કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલની એક પ્રતિષ્ઠા છે. જે જળવાઈ રહે અને આવી પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારે હોસ્પિટલ તંત્ર ચલાવી લેવાય છે નહીં. તેના દાખલા રૂપ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી માટે કોલેજની પ્રતિષ્ઠા ખૂબ જ મહત્વની છે અને આ માટે રિપોર્ટના આધારે કડક સજા કરવામાં આવી છે. આ સાથે ડોક્ટર નિર્મલને પણ તેમના વિભાગના વડા દ્વારા ટકોર કરાઈ છે." - સ્મીમેર હોસ્પિટલના ડીન દીપક હોવલ
- સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ વિદ્યાર્થીઓએ બે જુનિયરને અડધો કલાક દોડાવ્યા
- Surat Crime : સુરત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, ઘટના સીસીટીવીમાં કેદ