- કોરોના રસીને લઈને સિનિયર સિટિઝનોમાં ઉત્સાહ
- રસી લેનારા સિનિયર સિટિઝનોએ રસી લેવા માટે અપીલ કરી
- વેક્સિનેશન લેવા માટે વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
- ઓળખકાર્ડ હોસ્પિટલમાં બતાવવું પડશે
સુરતઃ શહેરમાં આજથી કોવિડ વેક્સિનનો નવો તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. સુરતના 52 કેટલા હેલ્થ સેન્ટર ઉપરથી કોવિડ વેક્સિન મુકશે. 27 જેટલા ખાનગી હોસ્પિટલને પણ વેક્સિન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછા નિધિ પાનીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં પણ વ્યક્તિને વેક્સિન આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન બાદ શહેરના સિનિયર સિટીઝન અને કો-મોરબીડ લોકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે આ વ્યક્તિને વેક્સિન લઇ શકશે. સિનિયર સિટીઝનને તેમના જન્મની તારીખ દર્શાવતું ઓળખકાર્ડ હોસ્પિટલમાં બતાવવું પડશે સાથે સાથે વેક્સિનેશન લેવા માટે વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.