ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ખાતે ફરજ બજાવતા 3 પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી - ગુજરાત

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના 3 પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.

Republic Day
Republic Day

By

Published : Jan 26, 2021, 8:16 PM IST

  • ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડની જાહેરાત કરવામાં આવી
  • શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના 3 પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી
  • પોલીસ કમિશનર અજય તોમર અને પોલીસ વિભાગે પાઠવ્યા અભિનંદન
    સુરત

સુરત: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના ત્રણ પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી હતી. સુરતના પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સરવૈયા અને બિનહથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર જિતેન્દ્ર વિઠ્ઠલભાઈ પટેલ તેમજ શહેર ક્રાઈમ બ્રાંચમાં બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ કોસાડાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઈ છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર અને પોલીસ વિભાગે આ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા છે.

આદિજાતિ પ્રધાન ગણપત વસાવાના હસ્તે ત્રિરંગાને સલામી આપવામાં આવી

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સવારે 9:00 વાગે સૂરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન, આદિજાતિ પ્રધાન ગણપત વસાવાના હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપવા સાથે સંપન્ન થઇ હતી. આ પ્રસંગે પ્રધાને પ્રજાજનોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવવાની સાથે દેશની આઝાદીના લડવૈયા અને સુરતની ઐતિહાસિક માહિતી આપી હતી.

સુરત

અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે

પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવી હતી. પ્રધાનના હસ્તે ખેતીવાડી, રમતગમત, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન કરનારા અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરવામાં આવી હતી. પોલીસ વિભાગ સહિત બેઠક વ્યવસ્થા, આમંત્રિતો, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મંડપ, હોમગાર્ડ્ઝ, એન.સી.સી., સ્કાઉટ ગાઇડ, મહિલા વગેરે પ્લાટુનની તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details