સુરતઃ ઉમરા વિસ્તારમાં આવેલા ઝાંડી ઝાંખરમાંથી સોમવારના રોજ એક સિક્યોરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ- મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી, દરમિયાન હાઈટ રેસિડેન્સીના સિક્યોરિટી ગાર્ડ જ તેની જાણ પોલીસને કરી હતી, જો કે પોલીસે કરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં તે જ સિક્યોરિટી ગાર્ડે ઘભરાય જઇ પોલીસને જાણ કરી હતી.પોલીસે કરેલી પૂછપરછ માં રાજેશ મિશ્રા નામનો સિક્યોરિટી ગાર્ડ પડી ભાંગ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
મોબાઈલ ચાર્જરના ઝઘડામાં સિક્યુરિટી ગાર્ડની સહકર્મીએ જ કરી હત્યા
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઝાંડી- ઝાંખરમાંથી 10 ફેબ્રુઆરીના રોજ સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવતા ઉમરા પોલીસએ બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સહકર્મી દ્વારા જ મોબાઈલ ચાર્જરના ઝઘડામાં હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતુ, આ સાથે જ મૃતકની ઓળખ છૂપાવવા માટે મોઢા પર એસિડ પણ ફેંકવામાં આવ્યું હતું.
સુરત
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ,મૃતક ઉમાકાન્ત અને રાજેશ મિશ્રા સાથે જ હાઈટ રેસિડેન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, દરમિયાન મોબાઈલ ચાર્જરને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો, તેથી ઉમાકાન્તની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં રાજેશે મૃતદેહને મિત્રની મદદથી મોટર સાયકલ પર લઈ જઈ ઝાડી ઝાંખરમાં ફેંકી દેવામાં આવી હતી. જો કે, મૃતકની ઓળખ થઈ જવાના ડરથી ઉમાકાન્તના ચહેરા પર એસિડ ફેંકવામાં આવ્યો હતો.