સુરતઃ ડીસીબી પોલીસે બાતમીના આધારે ઘરફોડ ચોરી કરતી આંતર રાજ્ય બંગાળી ગેંગને ઝડપી પાડી હતી. તસ્કર ટોળકી પાસેથી રોકડા 5400, મોબાઈલ નંગ-6, બે કાંડા ઘડિ઼યાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા 43,125નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે કલાકમાં બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાના લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસની પુછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પકડાયેલા આરોપીઓના નામ
- મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ (ઉ.વ.35, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ માઝરીયા, કેસપુર, જિલ્લો મેદનીપુર પશ્વિમ બંગાળ)
- મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ (ઉ.વ.54,વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ બડા બજાર કલકત્તા)
- હાલીમ આબુલહુસૈન શેખ (ઉ.વ.30, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ દત્તપુગુર બારાસાત,જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા)
- હફીઝુલ મંડલ કીબરીયા મંડલ(ઉ.વ.47, વરેલી ગામ,મૂળ સ્વરૂપદાહુ, જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા)
- હસનાન ઉર્ફે સુમન જલાલ ખાન (ઉ.વ.30,વરેલી ગામ, મૂળ લાલટીન હીરા પહાડ ગુવાહાટી આસામ)ને ઝડપી પાડ્યા હતા.
રૂમ ભાડે રાખી આપતા હતા ચોરીની ઘટનાને અંજામ
પકડાયેલા આરોપીની પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ અજમેર ખાતે તેઓની મિત્રતા થયેલી અને તે પછી કીમ ખાતે દરગાહ આવ્યા ત્યારથી ભેગા થઈને રહી હાઈવે નજીક વરેલી ગામ તથા કીમ ખાતે ભાડાની રૂમ રાખી બપોરે જમીને બસમાં છકડા તેમજ ભાડાની ગાડીમાં સુરતથી ઝાડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસમાં રેકી કરતા હતા અને રાત્રે ઘરમાં ઘુસી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.
ગેંગ 2016 થી છે સક્રિય