બારડોલી: નગરપાલિકા દ્વારા શનિવારે બપોર બાદ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન (Fire Safety Certificate) ધરાવતી કોમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડીંગ સામે કાર્યવાહી કરવામાં આવી (sealing of non fire safety properties in bardoli) હતી. શહેરની મિલેનિયમ મોલ શોપિંગ સેન્ટર અને રવિરાજ કોમ્પ્લેકસની દુકાનો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 67 જેટલા કોમ્પ્લેક્સ પણ સીલ કરવામાં આવશે એમ નગરપાલિકાના સત્તાવાળાઓએ જણાવ્યુ (Sealed over 200 properties lacking fire safety)હતું.
પ્રાદેશિક અગ્નિશમન કાર્યાલય દ્વારા સૂચના આપવામાં આવી: ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી પીઆઇએલ 118/2020 અન્વયે તમામ નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા બાબતે કોમર્શિયલ હાઈરાઇઝ બિલ્ડીંગોને વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત જે બિલ્ડીંગોએ ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરી ન હોય તેમની સામે કડક કાર્યવાહી કરી બિલ્ડીંગ સીલ કરવા માટે પ્રાદેશિક અગ્નિશમન કાર્યાલય દ્વારા જેતે નગરપાલિકાને લેખિત સૂચના આપવામાં આવી હતી.
નોટિસ છતાં ફાયર સેફટી ન ઉભી કરનાર મિલકતો સામે કાર્યવાહી:જે સૂચનાને આધારે બારડોલી નગરપાલિકા દ્વારા શનિવારે બપોર બાદ નોટિસ છતાં ફાયર સેફ્ટી ઊભી ન કરનાર મિકલતોને સીલ કરવા માટે નીકળી હતી. બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા સૌ પ્રથમ સ્ટેશન રોડ પર આવેલા મિલેનિયમ મોલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં અંદાજિત તમામ 80 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજની બાજુમાં આવેલા રવિરાજ કોમ્પ્લેક્સમાં પણ નગરપાલિકા દ્વારા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.