અમદાવાદમાં બે દિવસ પહેલા કાંકરિયા તળાવમાં બનેલી ઘટનામાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેને ધ્યાનમાં લઈ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરેક શહેરોમાં ચાલતી રાઈડોને તત્કાલ બંધ કરવાના નિર્દેશ કર્યા હતા.
કાંકરિયા ઘટના બાદ સુરત મનપાની કાર્યવાહી, બોટનિકલ ગાર્ડનની રાઇડ્સને કરાઇ સીલ - GUJARAT
સુરતઃ શહેરના ઉગત રોડ પર આવેલા બોટનિકલ ગાર્ડનમાં ધ ગ્રેટ ફન રાઈડને ગુરૂવારે સુરત મનપા દ્વારા સીલ કરવામાં આવી છે. અમદાવાદ કાંકરિયા તળાવની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
મ
તેની એન.ઓ.સી. મેળવ્યા બાદ ફરી રાઈડ શરૂ કરવામાં આવશે. જેના પગલે સુરત મનપા હરકતમાં આવી છે. પ્રથમ નજરે સુરતના રાંદેર ઉગત રોડ પર આવેલ બોટનિકલ ગાર્ડનમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. મનપાના અધિકારીઓએ બોટનિકલ ગાર્ડન ધ ગ્રેટ ફન રાઈડના મુખ્ય ગેટ અને એક અન્ય ગાર્ડનમાં આવેલ ગેટ પર બે સીલ મળી કુલ ત્રણ જગ્યાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.