ઇલેક્ટ્રીક વાહનોની કાર્યક્ષમતા બમણી થઈ જશે સુરત:સ્માર્ટ મટીરીયલ 'સેફ મેમરી એનોઈસ' ના કારણે આવનાર દિવસોમાં હાર્ટ બ્લોકેજ, વાહન ડેમેજની સમસ્યા સોલ્વ થશે. ઇલેક્ટ્રીક વાહનોની કાર્યક્ષમતા બમણી થઈ જશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગમાં આ ખાસ પ્રોજેક્ટ-સંશોધનને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન્ડિયા દ્વારા પેટન્ટરૂપે સત્તાવાર મંજૂરી અપાઇ છે.
આ પણ વાંચો Surat Crime: ઈઝરાયલથી ભાઈના લગ્નમાં આવેલી મહિલાની આત્મહત્યા, પરિવારે સાસરિયાં પર લગાવ્યો આરોપ
મહત્ત્વનો પ્રોજેક્ટ:યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો.ઇશ્વર બી. પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. તેજલ રાવલે 'થર્મોઇલેક્ટ્રીક હિટ એન્જિન' વિષય પર સંશોધનકાર્ય કરી તારીખ 16 મે-2018ના રોજ પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી હતી. ડો.તેજલ રાવલ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે અને હાલ કેનેડાની યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ ઇગ્લેન્ડમાં ફિઝીક્સના આસિસટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.સંશોધનથી હાલમાં બજારમાં આવી રહેલા ઇલેક્ટ્રીક વાહનોમાં બેટરીની કાર્યક્ષમતા બમણી થઇ શકે છે. તે ઉપરાંત, ઘણી જગ્યાએ આ ડિઝાઇનનો ઉપયોગ કરી શકાય છે. માત્ર વાહન જ નહીં પરંતુ આનો ઉપયોગ હૃદયના દર્દીના બ્લોકેજ દૂર કરવા માટે પણ કરી શકાય છે.
એક્સ પાન ટાઈમ કોમ્પ્રેસ થાય:તેઓએ જણાવ્યું હતું કે, આવી જ રીતે સ્પ્રિંગની જે બીજી પ્રોપર્ટી છે સેફ ચેન્જ કરે છે. સેફ મેમરી એનોઈસ તરીકે વર્ક કરે છે સેફ ચેન્જ પરની આઈડિયા પરથી સ્પ્રિંગ ડેવલપ કરી અને ડિઝાઇન કરી છે. જેથી ઓટોમેટીક આ વર્ક કરે છે એક્સપાન ટાઈમ કોમ્પ્રેસ થાય. એમાં અમુક વોલ્ટેજ આપી એ વર્ક કરે છે અને જો એકવાર વોલ્ટેજ આપવામાં આવે તો તે અમુક સાયકલ સુધી વર્ક કરશે એક્સપેન્ડિંગ કોમ્પ્રેસ થશે.
આ પણ વાંચો Surat Crime : શંકાશીલ પ્રેમીએ જીપીએસ ટ્રેકરનો જાસૂસી માટે ઉપયોગ કર્યો, યુવતીએ નોંધાવી ફરિયાદ
રૂપમાં આવી જશે:સાથે તેઓએ કહ્યું હતું કે, આ રીતની જે ડિવાઇસ છે તેને બીજી ઘણી જગ્યાએ સાયકલ ઓપરેટ કરવામાં થઈ શકે છે માની લો કે ઓટો મોબાઇલની અંદર છે. પીસ્ટનની ઉપર મૂકી દઈએ અને ઈલેક્ટ્રિક બાઈક છે. તેની અંદર બેટરી ચાલે છે આને બેટરી આગળ જો આ વસ્તુ મૂકી દેવામાં આવે તો તેનું જે રનીંગ છે તે ડબલ થઈ જશે, કારણકે એકવાર કોમ્પ્રેસ થયા પછી તે જાતે એક્સપાંસ થશે સાથે બેટરીની લાઈફમાં ડબલ થઈ જશે. એટલે આ એક હાઈ એપ્લિકેશન છે. બીજી બાજુ કોઈ વાહન ડેમેજ થાય તો તેને ફેંકી દેતા હોઈએ છે અથવા તો સ્ક્રેપમાં મોકલી દેવામાં આવતું હોય છે. પરંતુ અમે સંશોધન કર્યું છે તેના કારણે વાહન એઝ ઈટ ઇઝ જુના રૂપમાં આવી જશે જેથી આ ફરી પાછું યુઝ થઈ શકે છે.
આજે પેટર્ન છે તે અમારી સ્માર્ટ મટીરીયલ છે જેનું નામ સેફ મેમરી એનોઈસ છે. આ સેફ મેમરી એનોઈસ ની એવી એપ્લિકેશન છે એ જે ફોર્મમાં બનાવીએ એ ફોર્મમાં જે તે ટેમ્પરેચર કે હાઈ, લો, રૂમ ટેમ્પરેચર પર આ વર્ક કરી શકે છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ હાર્ટ નો સ્ટેન્ડ છે. હાર્ટની અંદર જેમ નાના માઇક્રો લેવલના સ્ટેન્ડ મૂકવામાં આવે છે.એની એક નાની નીડલ બનાવીને જો વેઇનની અંદર દાખલ કરીએ તો જ્યાં બોડી ટેમ્પરેચર આવે જ્યાં બ્લોકેજ હોય ત્યાં ઓટોમેટીક સીધી થી તે સ્પ્રિંગ રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે-- ડૉ ઈશ્વર પટેલ (ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર)