- ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે નક્કી કર્યા મુજબ વધારાની રકમ આપવામાં આવી
- ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે રૂપિયા 60નો વધારો આપવાનું નક્કી કર્યું હતુ
- મજૂરોને કામગીરીમાં પોત્સાહન મળે અને તેઓને સારું વળતર મળે હેતુ નિર્ણય
સુરત : દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આજીવિકા સમાન સુગરમિલોમાં શેરડીની કાપણી લંબાતા ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે નક્કી કર્યા મુજબ વધારાની રકમ આપવામાં આવી છે. ત્યારે હાલ સુગરોમાં ચાલી રહેલ પીલાણની સિઝનમાં સાયણ સુગરે 1મે 2021માં શેરડી પીલાણ થવાની હોવાથી શેરડીના ખેડૂતોને ઇનસેન્ટિવ પેટે રૂપિયા 60નો વધારો આપવાનો ખેડૂત સભાસદોના હિતમાં નક્કી કર્યું હતું. કારણ કે, જિલ્લામાં પ્રકોપ તડકો પડી રહ્યો છે. જેને લઈને શેરડીના ઉત્પાદનમાં ઘટાડો અને શેરડીમાં વજન ઓછું આવી રહ્યું છે. જેથી ખેડૂતોને વધુ ફટકો ન પડે તે માટે સુગરે નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો : સતત બીજા વર્ષે સફેદ જાંબુની માગ ઘટતા ગીરનો ખેડૂત ચિંતાગ્રસ્ત