ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ગણેશજીની અનોખી ઉજવણી, બીજી દીકરી હોય તો ચાંદીનો સિક્કો ભેટ - બેટી બચાવો, બેટી પઢાવોઃ

સુરતઃ દુંદાળા દેવ ભક્તિની સાથે લોકો સેવા ભક્તિ અને સામાજિક કાર્યો પણ કરી રહ્યા છે, ત્યાં ડીંડોલી વિસ્તારમાં વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા ગણેશભક્તિની સાથે સમાજને લોક સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કે જે પરિવારમાં બીજી દીકરી હોય તેને ચાંદીનો સિક્કો ભેટમાં આપી માતા -પિતાને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

સુરતમાં ગણેશજીની અનોખી ઉજવણી, બીજી દીકરી હોય તો ચાંદીનો સિક્કો ભેટ

By

Published : Sep 10, 2019, 3:19 PM IST

સુરતના ડીંડોલી વિસ્તારમાં વિઘ્નહર્તા ગ્રુપના સભ્યો છેલ્લા બે વર્ષથી ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી કરતા આવ્યા છે. વર્ષ 2018માં ગ્રુપના સભ્યોએ બેટી બચાવ બેટી પઢાવનું અભિયાન ઉપાડ્યું હતું. જે પરિવારમાં બીજી દીકરીથી લોકો મોઢું ફેરવી રહ્યા છે અને સ્ત્રીભ્રુણ હત્યા જેવા બનાવો બની રહ્યા છે, ત્યારે ગ્રુપના સભ્યોનું કહેવું છે કે આજે સમાજમાં દીકરા અને દીકરી વચ્ચે લોકો ભેદભાવ રાખતા આવ્યા છે. એટલુ જ નહીં દીકરીના જન્મથી પરિવાર મોઢું ફેરવી લેતા હોય છે, ત્યારે આવા લોકોને એક સંદેશો પહોંચે તેવા પ્રયાસને લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં ગણેશજીની અનોખી ઉજવણી, બીજી દીકરી હોય તો ચાંદીનો સિક્કો ભેટ

ABOUT THE AUTHOR

...view details