ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં સરદાર પટેલની જન્મજયંતી કરાઇ ઉજવણી, અનેક અધિકારીઓ રહ્યા હાજર - surat news

સુરતઃ સરદાર નગરી બારડોલીમાં સરદાર જયંતી નિમિતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર, કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને સાંસદ પ્રભુ વસાવા સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા.

બારડોલીમાં સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે એક્તા દિવસ યોજાયો

By

Published : Oct 31, 2019, 1:47 PM IST

આજે એટલે કે, 31 આક્ટોબરે દેશના સરદાર અને ગુજરાતના પનોતા પુત્ર વીર વલ્લભભાઇ પટેલની જન્મજંયતી છે. જે નિમિતે જિલ્લા તંત્ર દ્વારા એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ વહેલી સવારે ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી શરૂ કરવામાં આવી હતી. જેનું જિલ્લા કલેક્ટર, કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને સાંસદ પ્રભુ વસાવા દ્વારા ફ્લેગ ઓફ કરાયું હતું.

બારડોલીમાં સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે એક્તા દિવસ યોજાયો

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ધવલ પટેલ, તાલુકા પ્રાંત અધિકારી, મામલતદાર અને જિલ્લા પોલીસ વડા સહિત અનેક પોલીસ અધિકારીઓ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details