ગુજરાત

gujarat

ETV Bharat / state

15 દિવસમાં ટોલટેક્સમાંથી મુક્તિ નહીં મળે તો ટોલનાકા પર ચક્કાજામ સાથે ધરણાની ચિમકી - નેશનલ હાઇવે ઓથોરિટી

ભાટીયા ટોલનાકા પર વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ઉગ્ર લડતના મંડાણ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે સંઘર્ષ સમિતિની ઉગ્ર લડતના મંડાણ વચ્ચે જન-જાગૃતિ માટે સુરતના જહાંગીરપુરા ખાતે વાહન ચાલકોને પત્રિકાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં સંઘર્ષ સમિતિ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને પંદર દિવસનું અલટી- મેટમ આપવામાં આવ્યું છે. જો સુરત અને બારડોલીના વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ નહીં આપવામાં આવે તો હજીરાથી બારડોલી પટ્ટા પર ચક્કાજામની સ્થિતિ ઉભી કરવામાં આવશે.

surat
ભાટીયા

By

Published : Feb 29, 2020, 12:18 PM IST

સુરત : સુરત અને બારડોલીના વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ટોલટેક્સ બચાવ સમિતિ દ્વારા વાહન ચાલકોમાં જન- જાગૃતિ લાવવા અને આંદોલનમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે સુરતના જહાંગીરપુરા મુકામે વાહન ચાલકોને પત્રિકાનું વેચાણ કરવામાં આવ્યું હતું. બિનકાયદકીય રીતે ટોલટેક્સ ઉઘરાવવામાં આવતો હોવાના આક્ષેપ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિક વાહન ચાલકો પાસે ચલાવવામાં આવતી ટોલટેક્સની ઉઘાડી લૂંટ સામે સમિતિએ લડત ઉપાડી છે.

સુરતના જહાંગીરપુરા ખાતે વાહન ચાલકોને પત્રિકાનું વેચાણ કરવામાં આવ્યું

જેના અનુસંધાનમાં સુરતના પાંચ અલગ-અલગ જગ્યાઓ પરથી પત્રિકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ પત્રિકામાં ખોટી રીતે ઉઘરાવવા આવતા ટોલટેક્સની તમામ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગામી પંદર દિવસમાં જો ટોલટેક્સમાંથી વાહન ચાલકોને મુક્તિ નહીં આપવામાં આવે તો ધારાસભ્યો, સાંસદો સહિત ટોલનાકા પર ચક્કાજામ અને ધરણા કરવાની ચિમકી ઉચ્ચારવામા આવી છે.

ABOUT THE AUTHOR

...view details