સુરત: શહેરની એસઓજી પોલીસે (Surat SOG Police )પાંડેસરા નેમનગર પાસે જાહેર રોડ પર ટેબલ અને છત્રી (Sale of Dummy SIM Card in Surat)રાખી 200 રૂપિયામાં પ્રીએકટીવ સીમકાર્ડ વેચતા યુવકને ઝડપી પાડ્યોહતો. પોલીસે તેની પાસેથી 11 પ્રીએક્ટીવ સીમકાર્ડ કબજે કર્યા હતા.
અલગ અલગ કંપનીના સિમકાર્ડ વેચવાનો ધંધો
SOG પોલીસને બાતમી(Surat SOG Police) મળી હતી કે વિશાલ શર્મા નામનો શખ્સ પાંડેસરા નેમનગર પાસે જાહેર રોડ ઉપર ટેબલ તથા છત્રી રાખી અલગ અલગ કંપનીના સિમકાર્ડ વેચવાનો ધંધો કરે છે અને તેની પાસે સીમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોની જાણ(Sale of Preactive SIM Card in Surat) બહાર તેમના નામે એકટીવ કરેલ સિમકાર્ડ પોતાની પાસે રાખી જે લોકો પાસે પોતાના આઈ - ડી પ્રુફ ન હોય તેવી વ્યક્તિ પાસે વધુ પૈસા લઈ આવા એક્ટીવ કરેલ સિમકાર્ડ વેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરી આરોપી નામે વિશાલ જંગબહાદુર શર્માને ઝડપી પાડ્યો હતો.