ગુજરાત

gujarat

Parshottam Rupala On Sanatana Dharma : સુરતમાં પુરૂષોત્તમ રૂપાલાએ સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારાઓની સરખામણી રાવણના વંશજો સાથે કરી

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 9:31 PM IST

Updated : Sep 3, 2023, 9:44 PM IST

તમિલનાડુના મુખ્યપ્રધાનના પુત્ર ઉદય નિધિ દ્વારા આપવામાં આવેલા સનાતન ધર્મના નિવેદનની સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કૃષિ અને પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ પણ સુરતમાં સનાતન ધર્મ પર પ્રહાર કરનારા લોકો સામે પ્રતિક્રિયા આપી હતી. રૂપાલાએ સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારાઓની સરખામણી રાવણના વંશજો સાથે કરી છે.

Etv Bharat
Etv Bharat

Salangpur Hanuman Controversy

સુરત : તમિલનાડુના મુખ્યપ્રધાનના પુત્રએ સનાતન ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારબાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરતમાં એક કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય કૃષિ અને પશુપાલન પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ સનાતન ધર્મ પર નિશાન સાધનારાઓ પર નિવેદન આપ્યું હતું.

રાવણના વંશજો સાથે સરખામણી કરાઇ : પુરુષોતમ રુપાલાએ સનાતન ધર્મ પર પ્રહાર કરનારા લોકોની સરખામણી રાવણના વંશજો સાથે કરી છે. તેમણે કહ્યું કે, સનાતન સંસ્કૃતિ પર આ હુમલો રાવણના સમયથી થઈ રહ્યો છે અને અત્યારે પણ જોવા મળી રહ્યો છે. જે રીતે રામનું વંશ આ જ સુધી છે તેમ રાવણનું વંશ ચાલુ રહેશે. સનાતન શબ્દનો અર્થ એ છે કે જે હંમેશા રહે છે, જેનો ન તો અંત છે કે ન તો શરૂઆત. તેને જ સનાતન કહેવામાં આવે છે. સનાતન ધર્મ વિશે કોઈ પણ પ્રકારની વાતો કરીને તેને નષ્ટ કરવાનો કોઈએ વિચાર ન કરવો જોઈએ, આવા લોકો ફક્ત પોતાને જ નુકસાન પહોંચાડે છે.

સનાતન ધર્મ વિશેની સમજ આપી : તેમણે વધુમાં જણાવ્યું કે, આ રાષ્ટ્રનું ગૌરવ છે, વિશ્વ કલ્યાણનો કોઈ માર્ગ હોય તો તે સનાતન ધર્મ દ્વારા જ છે. વિશ્વ કલ્યાણનો કોઈ માર્ગ હોય તો તે સનાતન ધર્મનો જ છે. સમગ્ર વિશ્વમાં લોકો સનાતનને સ્વીકારી રહ્યા છે. આજે વિશ્વ યોગને સ્વીકારી રહ્યું છે અને આયુર્વેદ અપનાવી રહ્યું છે. હતાશા અને નિરાશાના કારણે લોકો આવા નિવેદનો આપી રહ્યા છે. દેશે આવા લોકોથી બચવું જોઈએ અને આ લોકોએ આવી હરકતોથી દૂર રહેવું જોઈએ.

  1. Salangpur Hanuman Controversy: વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનના અહેવાલોનું કર્યું ખંડન, કહ્યું- કોઈ આંદોલનનું પ્રતિનિધિત્વ નહીં કરે
  2. Rajkot News: BAPS સંસ્થાના અપૂર્વમુની સ્વામીનું સીતા માતા વિરુદ્ધ વિવાદિત નિવેદન
Last Updated : Sep 3, 2023, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details