ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ, વાહનોમાં કરી તોડફોડ - gujarati news

સુરત: લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં અજાણ્યા અસામાજિક તત્વોએ ફોર વ્હીલ કાર અને રીક્ષામાં તોડફોડ કરી હતી.

ફોર વ્હીલ, રીક્ષા સહીતના વાહનોમાં કરી તોડફોડ

By

Published : Apr 2, 2019, 9:49 AM IST

લીંબાયતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે અનેલીંબાયતના બેઠી કોલોની પાસે બાઈક પર આવેલા ૨૫ થી ૩૦ લોકોએ ગાડી અને રીક્ષામાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં વધુમાંસ્થાનિકોએ જણાવ્યું હતું કે બાઈક પર આવેલા લોકો હોકી અને ધોકાસાથે આવ્યા હતા અને અહી આવેલીરીક્ષા, ફોરવ્હીલઅને વાહનોમાં તોડફોડ કરી ત્યાંથી નાસીગયા હતા.

આ સમગ્ર ધટનાની જાણ થતા લીંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details