સુરત:જૂન માસમાં સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.એસની પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં મેડિકલના વિદ્યાર્થીએ બ્લોક સુપરવાઇઝરને વોશ રૂમ જવા માટે કહી પરીક્ષા ખંડમાંથી નીકળી ગયો હતો. જોકે બ્લોક સુપરવાઇઝરને શંકા જતા એક ટીમ વિદ્યાર્થી પાછળ વોશ રૂમ સુધી પહોંચી હતી. સ્મીમર મેડિકલ કોલેજની ટીમ વોશરૂમમાં પહોંચી ત્યારે ચોકી ઉઠી હતી કારણ કે એમ.એસના વિદ્યાર્થી પોતાના જુનિયરના મોબાઇલમાંથી પરીક્ષા લખતી વિગતો મેળવી રહ્યો હતો અને જુનિયરના મોબાઇલમાં પરીક્ષાને સંલગ્ન સાહિત્ય પણ મળી આવ્યા હતા.
Surat News: એમ.એસની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સાથે શું થયું? - Rs 500 fine for students caught
મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ જેવી ઘટના સુરત મેડિકલ કોલેજમાંથી સામે આવી છે. એમ.એસની પરીક્ષામાં વોશરૂમમાં જઈને જુનિયરના ફોનમાંથી જવાબ શોધતા બે મેડિકલના વિદ્યાર્થીઓ પકડાયા હતા. બંને વિદ્યાર્થીઓ સામે પરીક્ષામાં ગેરરીતિ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ બંનેને 500 રૂપિયાનો દંડ કરાયો છે.
પરીક્ષામાં બેસવા માટેની તક:સુરત હોસ્પિટલમાં એમડી અને એમ.એસની ફાઇનલીયરની પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન બે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાયા હતા. આ સમગ્ર કેસ યુનિવર્સિટી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સુધી તા તપાસ હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં અંગે હિયરિંગ પણ કરવામાં આવ્યું અને ત્યાર પછી બંને વિદ્યાર્થીઓને રૂપિયા 500નો દંડ કરાયો હતો. ગેરરીતિમાં પકડાયા હોવા છતાં બંને વિદ્યાર્થીઓના ભાવીને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય આ હેતુથી તેને ફરીથી પરીક્ષામાં બેસવા માટેની તક પણ આપવામાં આવી છે.
ફેક્ટ કમિટીને સાંભળીને કાર્યવાહી: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જૂન માસ દરમિયાન લેવાયેલી એમએસની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થીએ યુરિનિયલ જવા માટે બ્લોક સુપરવાઇઝર પરવાનગી માંગી હતી. તેમને શંકા જતા સ્મીમેર મેડિકલની લોકલ ટીમે વિદ્યાર્થી પાછળ વોશ રૂમમાં ગયા હતા. જુનિયરના મોબાઈલમાં પરીક્ષાને લગતા સાહિત્ય મળી આવ્યા હતા. બે વિદ્યાર્થીઓ અલગ અલગ સમયે ગયા હતા યુનિવર્સિટીની ફેક્ટ કમિટીએ તેમને સાંભળીને કાર્યવાહી કરી છે.