ગુજરાત

gujarat

ETV Bharat / state

સટ્ટાક..સટ્ટાક જાહેરમાં છેડતી કરનાર રોમિયોને મહિલાએ મેથી પાક ચખાડ્યો - molesting woman in Surat

ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. છતાં મહિલાઓ સાથે અવાર નવાર છેડતીના બનાવો સામે આવે છે. સુરતમાં એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં મહિલાએ રોમિયોની ધોલાઈ(woman molested in surat) કરી નાખી છે. આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ ગોડાદરા પોલીસ એક્શનમાં આવી હતી અને આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

સટ્ટાક..સટ્ટાક જાહેરમાં છેડતી કરનાર રોમિયોને મહિલાએ મેથી પાક ચખાડ્યો
સટ્ટાક..સટ્ટાક જાહેરમાં છેડતી કરનાર રોમિયોને મહિલાએ મેથી પાક ચખાડ્યો

By

Published : Jul 27, 2022, 5:37 PM IST

સુરત: ગોડાદરા વિસ્તારમાં જાહેરમાં રોમિયોની ધોલાઈનો વિડીયો વાયરલ (woman molested in surat)થયો છે. છેલ્લા ઘણા સમયથી અવારનવાર મહિલાનો પીછો કરી હેરાનગતિ કરનારને આજે પીડિત મહિલાએ ધોલાઈ કરી નાખી (Woman beats Romeo in public in Surat )હતી. એક બે ત્રણ નહીં પરંતુ પોતાના ચંપલથી પાંચ વાર માર માર્યો હતો. આ ઘટનાનો લોકોએ વિડિયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.

રોમિયોને મહિલાએ મેથી પાક ચખાડ્યો

આ પણ વાંચોઃબિલાડી બની આશીર્વારૂપઃ બિલાડીના અવાજથી માતા ઉઠી જતા 13 વર્ષની બાળકીની ઈજ્જત બચી

મહિલા એકાએક રણચંડી બની -આ ઘટના સુરતના ગોડાદરા વિસ્તારની છે જ્યાં ગત બપોરના સમયે મહિલા મંગલ પાંડે હોલ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રોડ રોમિયો યુવાન દ્વારા આ મહિલાને છેડતી(molesting woman in Surat) કરવામાં આવી હતી. શરૂઆતમાં આ મહિલાએ શબ્દાહિક યુદ્ધ કર્યું હતું જોકે બાદમાં આ મહિલા એકાએક રણચંડી બની હતી. આ મહિલાએ પોતાના પગમાં પહેરેલ ચંપલ વડે આ યુવાનને ઢોર માર્યો હતો.

આ પણ વાંચોઃઘોર કળયુગ: લિફ્ટમાં 12 વર્ષની કિશોરી સાથે નરાધમે કરી આવી હરકતો, ઘટના થઇ CCTV માં કેદ

પોલીસ એક્શનમાં આવી -આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકોએ વિડિયો પણ બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. જે રીતે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ ગોડાદરા પોલીસ એક્શનમાં આવી હતી અને આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. વિડીયો જોતા મહિલાને છેલ્લા પાંચ દિવસથી તેણીને હેરાન કરતો હોવાની વાત કરી હતી આ ઉપરાંત મહિલાએ પાંચ વખત આ યુવાનને મોઢા પર ચંપલ માર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details