ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં બાઇક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના CCTVમાં કેદ - કન્ટેનર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા

સુરત: હજીરા રોડ પર એક કન્ટેનર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.

સુરતમાં બાઇક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

By

Published : Sep 26, 2019, 8:09 PM IST

સુરતના હજીરા રોડ પર આવેલી LNT કંપનીના ગેટ નંબર-2ની સામે પૂરપાટ જતા એક કન્ટેનર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. અડફેટે આવેલા બાઈક સવાર પર કન્ટેનરનું ટાયર ફરી વળતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી યુવકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર બાદ મોત નીપજ્યું હતું. બાઈક સવારની ઓળખ થતા હજીરાના જુના ગામમાં રહેતો રમેશ ઠાકોરભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે સુરતથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. જ્યારે અકસ્માતના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી.

સુરતમાં બાઇક અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

ABOUT THE AUTHOR

...view details