ગુજરાત

gujarat

ETV Bharat / state

ફરારી કી સવારી: દિક્ષામુહૂર્ત માટે તેંડુલકરની ફરારી લઇને નિકળી દિક્ષાર્થી - JAIN

સુરત : દીક્ષા નગરી સુરતમાં સોમવારે વધુ એક દીકરીએ સંયમનો માર્ગ પસંદ કર્યો હતો. સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા અને જમીન દલાલી સાથે સંકળાયેલા સુરેશ શાહની મોટી દીકરી 17 વર્ષીય સ્તુતિ શાહ આજે તેનું દિક્ષામુહૂર્ત લેવા ફરારી ગાડી લઈને નીકળી હતી. લાલ રંગની આ ફરારી કાર ક્રિકેટર સચિન તેંડુલકરની છે. જે સુરતના જ એક બિઝનેસમેન દ્વારા ખરીદવામાં આવી હતી. લાલ રંગની આ ફરારી કારમાં સ્તુતિ શાહનો દિક્ષામુહૂર્ત માટે વરઘોડો નીકળ્યો હતો.

surat

By

Published : Jul 23, 2019, 5:28 AM IST

Updated : Jul 23, 2019, 1:51 PM IST

સ્તુતિ શાહે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને નૃત્યની શોખીન છે. રાજ્ય કક્ષાએ સ્તૃતિએ ડાન્સમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. 2017ના વર્ષમાં તેણી મહારાજ સાહેબના સંપર્કમાં આવી હતી. અને ત્યારથી તેણીએ દીક્ષા લેવાનો સંકલ્પ લીધો હતો.

દિક્ષામુહૂર્ત માટે તેંડુલકરની ફરારી લઇને નિકળી દિક્ષાર્થી

જૈન સમુદાયમાં પવિત્ર ચાતુર્માસના આરંભ સાથે જ વિવિધ સંઘો અને ઉપાશ્રયોમાં તપ અને સાધનાનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે સંયમના માર્ગે ઉત્સાહ સાથે આજે સ્તુતિ શાહનો દિક્ષામુહૂર્તનો વરઘોડો નીકળ્યો હતો. આગામી 26 ફેબ્રુઆરીએ સ્તુતિ શાહ દિક્ષાગ્રહણ કરશે.

Last Updated : Jul 23, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details