લોકોનું કહેવું છે કે, આવી દુર્ઘટન બન્યા બાદ જ તંત્ર હરકતમાં આવે છે અને કાર્યવાહીનું નાટક શરૂ કરે છે. જો પહેલાથી જ આવી રાઈડોની યોગ્ય રીતે તપાસ કરી મેન્ટેન્સ કરવામાં આવ્યું છે કે, નહીં તેની ખાતરી કરવામાં આવી હોત તો આવી ઘટના ના બની હોત.
અમદાવાદની ઘટનાને પગલે સુરતી લોકોનો તંત્ર અને રાઈડ્સ સંચાલક સામે રોષ
સુરત: અમદાવાદ કાંકરિયાની ઘટનામાં તંત્રના અધિકારીઓની સાથે રાઈડ કોન્ટ્રાકટરની સામે ઘોર બેદરકારીના આરોપ થયા છે. કાંકરિયાની ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇ સુરતના લોકોમાં તંત્ર અને જવાબદાર રાઈડ સંચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતના લોકોમાં તંત્ર અને જવાબદાર રાઈડ સંચાલક સામે રોષ
સુરતના નાગરિકોએ જણાવ્યું કે, અમદાવાદની ઘટના સુરતમાં ન બને તેના પર પાલિકા અને જે તે વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ. તંત્ર દ્વારા એક ચોક્કસ શિડ્યુલ બનાવી આવી રાઈડોનું સમયસર મેન્ટેનન્સ થાય છે કે નહીં તે માટે અલગથી અધિકારીઓની ટીમ બનાવવી જોઈએ. જેથી રાઈડ સંચાલકો એ પણ ફિટનેસ સર્ટિ મેળવ્યું છે કે નહીં તેની ખાતરી પણ થઈ જાય.