- ભટાર આઝાદ નગરમાં ગંદા પાણીની સમસ્યા
- પીવાના પાણીમાં વાસ આવે છે
- નાના બાળકો અને રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે
સુરત : ભટાર આઝાદ નગરના રહીશો ગટરના ગંદા પાણીમાં રહેવા મજબુર બન્યા છે. અહી રહેતા નાના બાળકો આ ગટરના ગંદા પાણીમાં રમી રહ્યા છે અને દુર્ગંધ મારતા પાણીને લઈને સ્થાનિકો બીમારીનો ભોગ પણ બની રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહી ગટર ઉભરાવવાની સમસ્યા હંમેશા રહે છે અને આ સમસ્યાને લઈને અનેક ફરિયાદો કરી છે, પરંતુ સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી. અહી ખુબ જ ગંદકી થાય છે. પીવાના પાણીમાં વાસ આવે છે અને ગટરનુ ગંદુ પાણી મહોલ્લામાં ફરી વળે છે. જેને લઈને નાના બાળકો અને રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો : નગરપાલિકાની વાહન શાખાના શૌચાલયની ગટર ઉભરાતા કર્મચારીઓ ત્રસ્ત
ગંદકીમાં રહીશો રહેવા મજબુર બન્યા