ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સિવિલ હોસ્પટિલના તબીબોએ પશ્ચિમ બંગાળ ઘટનાને પગલે વિરોધ દર્શાવ્યો - gujaratinews

સુરત: કોલકત્તાના પશ્ચિમ બંગાળ ખાતે ડૉકટર પર થયેલા જીવલેણ હુમલાના પગલે સુરતમાં વિરોધ જોવા મળ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધીને તેમજ પોસ્ટર લઈને આ ઘટનાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નેજા હેઠળ આ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યાં આવી ઘટનાઓ ફરી ના બને તે માટે કડક પગલાં ભરવાની માગ તબીબી આલમ દ્વારા કરવામાં આવી હતી.

સુરતમાં સિવિલ હોસ્પટિલના તબીબોએ પશ્ચિમ બંગાળ ઘટનાને પગલે વિરોધ દર્શાવ્યો

By

Published : Jun 14, 2019, 4:43 PM IST

પશ્ચિમ બંગાળમાં પરિભા મુખરજી નામના તબીબ પર ટોળા દ્વારા હિંસક હુમલો કરવામા આવ્યો હતો. આ હુમલા બાદ સમગ્ર દેશના તબીબોમાં રોષ ફાટી નીકળ્યો છે. જ્યાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં જોવા મળી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો દ્વારા હોસ્પિટલના કેમ્પસમાં હાથમાં કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

સુરતમાં સિવિલ હોસ્પટિલના તબીબોએ પશ્ચિમ બંગાળ ઘટનાને પગલે વિરોધ દર્શાવ્યો

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના નેજા હેઠળ રેસિડેન્ટ તબીબો દ્વારા હાથમાં પોસ્ટર લઈને પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલ હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. રેસિડેન્ટ તબીબોએ નવા કાયદામાં જોગવાઈ માટેની અપીલ કેન્દ્ર સરકાર પાસે કરી હતી. જેમાં હુમલાખોરો સામે 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ આ કેસ 1 વર્ષની અંદર પૂર્ણ થવો જોઈએ. ઉપરાંત ભોગ બનનારને સરકારે વળતર આપવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details