- સુરતના વેસુ વિસ્તારમાં મહિલાની આત્મહત્યાની કોશિસ
- વેસુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
- મહિલાને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરી
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલા નંદનવન-1માં એક માનસિક તણાવથી પીડિત મહિલાએ અચાનક રવિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ દસમાં માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે લોકો દ્વારા સમજાવવામાં આવવા છતાં મહિલા નહીં માનતા ત્યાંના સ્થાનિકો દ્વારા જ ઉમરા પોલીસને જાણ કરતાં પોલીસ પી.સી.આર ઘટનાસ્થળે પહોંચીને આ મહિલાને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.
સુરતમાં આત્મહત્યા કરતી મહિલાનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું મહિલાનેરેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાઇ
તો બીજી બાજુ બીજા પોલીસ કર્મચારી દ્વારા ફાયર વિભાગને જાણ કરતાં વેસુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે સ્થિતિ જોયા બાદ ફાયર વિભાગ દ્વારા TTL હાઇડ્રોલિક મશીન મંગાવવામાં આવ્યો હતો. તે મશીન દ્વારા આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ મહિલાને પોલીસ તથા એમ્બ્યુલન્સ મારફતે ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જૂઓ, આત્મહત્યા કરવા નીકળેલા વૃદ્ધનો મોટરમેને કેવી રીતે બચાવ્યો જીવ...
કોરોનામાં પરિવારના સભ્ય ગુમાવતા થઇ હતી માનસિક સ્થિતિ કફોડી
કોરોનામાં પરિવારના બે સભ્યોને ખોયા બાદ સતત માનસિક તણાવમાં રહેતી હતી. આ બાબતે અશોકભાઈએ જણાવ્યું હતુ. જેઓ તેમના પડોશી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, આ મહિલાનું નામ કવિતા છે. જેમના પરિવારમાં કોરોના કારણે બે વ્યક્તિઓના મૃત્યુ થયા બાદ કવિતા સતત તણાવમાં જોવા મળતી હતી અને પરિવાર દ્વારા સતત એમની ઉપર નજર રાખવામાં આવતી હતી અને તેમને ઘણો ભેદ સમજવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઠાકોરોના પરિવારના બે સભ્યોની ખોયા બાદ તેમની માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગઈ હતી. તે માટે અમે ડોક્ટરને બતાવ્યું હતું પરંતુ આ રીતે અચાનક પગલું ભરતા તેમણે વિચાર્યું ન હતું. ઈશ્વરની કૃપા છેકે ફાયર વિભાગ દ્વારા તેને સમય પર બચાવી લેવામાં આવ્યો છે. હાલ અમે ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યું છેકે, કવિતાને ખુલ્લી જગ્યા ફરવા લઈ જાઓ જ્યાં તેનું માઈન્ડ ફ્રેશ થઈ શકે.
મહિલાએ આત્મહત્યા કરવાની કોશિશ
આ રેસ્ક્યુ બાબતે ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે, ફાયર કંટ્રોલરૂમમાં 9:58 જેવાએ એવો કોલ આવ્યો કે વેસુ વિસ્તારમાં આવેલા નંદનવન-1માં કુલ ચાર બિલ્ડિંગો આવી છે. તેમાંથી બિલ્ડીંગ નંબર-Dના દસમાં માળે ફ્લેટ નંબર-1004 ના ગેલેરીમાંથી એક મહિલા છે, જોઓ આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યા છે.
વેસુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે
વેસુ ફાયર સ્ટેશનની ગાડીઓ તથા ટીમ પહોંચી ઘટનાને જોતા એક તરફ વરસાદ ચાલુ હતો. તો બીજી તરફ ફાયર વિભાગ દ્વારા ટ્રાન્ટેબલ લઇ પહોંચે એક મહિલા આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી સેફ્ટીના અનુસંધાને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા નીચે જમ્પિંગ કીટ મૂકવામાં આવી તથા જે જગ્યા ઉપર ટ્રાન્ટેબલ જોડે ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ વિભાગે ઉપર જઈને સમજાવામાં આવ્યુ હતુ. 10માં માળે મહિલા દ્વારા ગેરેલીનો કાચ બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સમયે ફાયરની ટીમ દ્વારા સમય સુચકતા અને ધ્યાનમાં રાખતાએ દરવાજાને તોડી દેવામાં આવ્યા હતો ત્યારબાદ આ મહિલાને હાજર પોલીસને સોંપવામાં આવી હતી.