ગુજરાત

gujarat

સુરતના દેવગઢ ગામે ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું રેસ્કયુ

By

Published : Oct 6, 2020, 10:23 AM IST

સુરતના માંડવી તાલુકાના દેવગઢ ગામે રવિવારે રાત્રે શિકાર કરવા નીકળેલો દીપડો કૂવામાં પડી ગયો હતો. ભારે જેહમત બાદ વહેલી સવારે ખેડૂતની નજર તેના પર જતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સોમવારે બપોરે દીપડાને બહાર કાઢ્યો હતો.

tiger
tiger

બારડોલી: સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગઢ ગામે રવિવારે રાત્રીના સમયે એક દીપડો કૂવામાં પડી ગયો હતો. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર માંડવી ઉત્તર રેન્જ વિસ્તારના બલેઠી રાઉન્ડના લુહારવડ બીટમાં રવિવારે રાત્રે એક દીપડો કૂવામાં પડી ગયો હતો. દેવગઢ ગામના ખાડીખુલી ફળીયામાં રહેતા જીતુ અમા ચૌધરીના ખુલ્લા કૂવામાં શિકારની શોધમાં આવેલો એક દીપડો ખાબક્યો હતો.

સોમવારે સવારે કૂવામાં દીપડો પડ્યો હોવાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માંડવી વન વિભાગની ટીમ દીપડાના રેસ્કયુ માટે જરૂરી તમામ સાધનો લઈને સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુવામાં પાટિયું ઉતારી ભારે જહેમત બાદ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો. દીપડાને સીધો પાંજરામાં પુરી તેને ખોડમ્બા લઈ જવાયો હતો.

દેવગઢ ગામે ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું રેસ્કયુ

માંડવી ઉત્તર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે, દીપડાની ઉંમર 2 વર્ષ છે. તેની યોગ્ય સારવાર કરી માઇક્રોચીપ ઇન્જેકટ કરવામાં આવી છે. હાલ તેને સુરક્ષિત જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details