સુરત: સુરતમાં 100માંથી 90 હીરા કટિંગ અને પોલિશિંગ થાય છે. જેમાં અત્યાર સુધીમાં 7.5 ટકા કસ્ટમ ડ્યુટી લાગી હતી. તેને ઘટાડીને 5 કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે પણ નવો કાયદો લાવવા વાત કરવામાં આવી છે. તેને લઈએ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોર ઉદ્યોગપતિઓએ પ્રતિક્રિયા આપી છે.
GJEPC ના ચેરમેનની બે મહત્વપૂર્ણ માંગણી પૂર્ણ કરવામાં આવી
જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વેસ્ટન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અમારી જેટલી માગણીઓ હતી. જેમાંથી બે મહત્વપૂર્ણ માંગણી પૂર્ણ કરવામાં આવી છે. કટ એન્ડ પોલિશ્ડ માં કસ્ટમ ડ્યુટી (Cut and Polished Diamond Custom Duty) 7.5 ટકા હતી. અમારી માંગણી હતી કે એને ઘટાડીને 2.5 ટકા કરવામાં આવે તેને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યું છે. અને સૌથી મોટી રાહતના સમાચાર છે કે હાફ કટીંગ ડાયમંડ આવતું હતું તેની ઉપર પણ વિરોધ ડ્યુટી (Custom Duty on Diamonds) કરી દેવામાં આવ્યું છે. જેની ઉપર અગાઉ 7.5 ટકા ડ્યુટી હતી. જેના કારણે MSME સેક્ટરમાં જે બ્રોકન ડાયમંડ, પ્રિન્સેસ કટ અને જે રો મટીરીયલ ઈમ્પોર્ટ થતું હતું. ઝીરો ડ્યુટી કરવાના કારણે મોટી રાહત ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મળશે.
આ પણ વાંચો:Union Budget Railway: આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે