ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વિરોધ બાદ આખરે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરાયો

સુરત રેલવે સ્ટેશન સહિત મુંબઇ ડિવીઝનમાં આવતા રેલવે સ્ટેશનનો પર પ્લેટફોર્મ ટિકિટ શરૂ થયાના એક દિવસ બાદ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. જેને લઇને ચેમ્બર ઓફ કોમર્સ સહિત સુરતની સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇને રેલવે રાજ્ય પ્રધાનની સુચના બાદ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોમ ટિકિટના દરમાં 30 રૂપિયાનો ઘટાડો કરાયો હતો.

ભારે વિરોધ બાદ આખરે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરાયો
ભારે વિરોધ બાદ આખરે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરાયો

By

Published : Jul 30, 2021, 11:21 AM IST

  • પ્લેટફોર્મ ટિકિટના રૂપિયા 50 થતા વિરોધ ઉઠયો હતો
  • રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશની સૂચના બાદલ ટિકિટના દર ઘટાડી રૂપિયા 30 કરાયા
  • પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 કરી દેવાતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરત:ભારે વિરોધ બાદ આખરે રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોશની સુચના બાદ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોમ ટિકિટના દરમાં ઘટાડો કરાયો છે. પ્લેટફોર્મ ટીકીટના ભાવ રૂપિયા 50 થતા ચેમ્બર ઓફ કોમર્સ સહિત સુરતની સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આખરે દર્શનાબેને સૂચના આપતા ટિકિટના દર ઘટાડીને રૂપિયા 30 કરાયા છે.

ટિકિટના દરમાં સુધારો

સુરત રેલવે સ્ટેશન સહિત મુંબઇ ડિવીઝનમાં આવતા રેલવે સ્ટેશનનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ શરૂ થયાના એક દિવસ બાદ ટિકિટના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર સૌથી વધુ ટિકિટનો દર 50 રૂપિયા રાખવામાં આવતા લોકોએ વિરોધ ઉઠાવ્યો હતો. વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા કોવિડના કેસ ઓછા થવાની સાથે જ પ્લેટફોર્મ ટિકિટ જારી કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ રેલવે દ્વારા સુરતના પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 કરી દેવાતા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વાત રેલવે રાજ્ય પ્રધાન અને સુરતના સાંસદ દર્શના જરદોશ સુધી પહોંચતાની સાથે જ તેમને આપેલી સૂચનાને પગલે આ ભાવને સ્થગિત કરી નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:જે શહેરમાંથી મોદી સરકારે રેલવે રાજ્યપ્રધાન પસંદ કર્યા, ત્યાં જ પ્લેટફોર્મ ટિકિટના સૌથી વધુ 50 રૂપિયા

પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી ટ્રેનો શરૂ

સુરત સહિત દેશમાં કોરોના કહેર શરૂ થવાની સાથે જ રેલવે દ્વારા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે પશ્ચિમ રેલવે પ્લેટફોર્મ પર ભીડ નહીં થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાનો કહેર ઓછો થતા પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. સુરતમાં પ્લેટફોર્મ પહેલા માળે આવેલા હોવાથી મુસાફરોને ભારે તકલીફ પડી હતી. ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગ પરિજનોને ભારે તકલીફ પહોંચી રહી હતી. જેના કારણે શહેરના ZRUCC, DRUSS સભ્યો તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્લેટફોર્મ ટિકિટ શરૂ કરવા માટે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવે અને મુંબઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓએ આગેવાનોની રજૂઆત સાંભળ્યા બાદ મુંબઇ ડિવિઝનના D.R.એમજીવીસીએલ સત્ય કુમારી જાહેરનામું બહાર પાડી પ્લેટફોર્મ ટિકિટ ઇસ્યું કરવાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો:જે શહેરમાંથી મોદી સરકારે રેલવે રાજ્યપ્રધાન પસંદ કર્યા, ત્યાં જ પ્લેટફોર્મ ટિકિટના સૌથી વધુ 50 રૂપિયા

સુરતના પ્લેટફોર્મ ટિકિટનો ભાવ હવે 30 રૂપિયા

આ સાથે એનએસસી એક કેટેગરીમાં આવતા સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 50 અને ઉધના નવસારી વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટ ભાવ 30 રૂપિયા નક્કી કરી દેવામાં આવ્યો હતો પરંતુ આ જ કેટેગરીમાં આવતા અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટનો ભાવ માત્ર 30 રૂપિયા રાખવામાં આવ્યો હતો. જેના કારણે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આખરે રેલવે રાજ્યપ્રધાન અને સુરતના સાંસદ દર્શના જરદોશ લોકોના ભારે વિરોધને જોઈ રેલવે બોર્ડના આદેશ આપી પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રિવાઇઝ કરવા સૂચના આપી હતી. જેના કારણે ડીઆરએમને નમતું મૂકી સુરતના પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 અને ઉધના નવસારી વલસાડ અને વાપી સહિત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂપિયા કરી દેવા માટે સૂચના આપી હતી

ABOUT THE AUTHOR

...view details