સુરતઃ જિલ્લામાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાનો આંકડો 1000 ને પાર પહોંચ્યો છે. ગુરૂવારના રોજ સુરત જિલ્લામાં નવા 96 કેસ નોંધાતા કોરોના દર્દીની કુલ સંખ્યા 1057 પર પહોંચી છે.
સુરત જિલ્લામાં કોરોના બેકાબુ, આજે રેકોર્ડબ્રેક 96 કેસ નોંધાયા, કુલઆંક 1057 થયો
સુરત જિલ્લામાં આજે કોરોનાના વધુ 96 નવા કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોનાનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. આજે સુરત જિલ્લામાં નવા 96 કેસ નોંધાતા સુરત જિલ્લામાં કોરોના દર્દીની કુલ સંખ્યા 1057 પર પહોંચી છે.
અનલોક લાગુ થયા બાદ સુરત જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. અનલોક -2 લાગુ થાયા બાદ સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં ગુરૂવારના રોજ રેકોર્ડ બ્રેક 96 કેસ નોંધાયા છે. જેમાં કામરેજ તાલુકામાં 27 કેસ, ચોર્યાસી તાલુકામાં 17 કેસ, ઓલપાડ તાલુકામાં 11 કેસ, બારડોલી તાલુકામાં 6, માંગરોળ તાલુકામાં 11, મહુવા તાલુકામાં 5 કેસ, ઉમરપાડા તાલુકા 4 કેસ અને પલસાણા તાલુકામાં 15 કેસો નોંધાયા છે.
હાલ સુધી સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ કામરેજ તાલુકામાં નોંધાયા છે, ગુરૂવારના રોજ કામરેજ તાલુકામાં 27 કેસ નોંધાતા કામરેજ તાલુકામાં કોરોના દર્દીઓની સંખ્યા 351 પર પહોંચી છે.
હાલ સુરત જિલ્લાની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1057 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જે પૈકી 493 દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં અત્યાર સુધી 32 લોકો કોરોનાથી મૃત્યું પામ્યા છે. હાલ સુરત જિલ્લાના 532 લોકો હજી પણ સારવાર હેઠળ છે.