સુરત- સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” (ડાયમંડ હોસ્પિટલ) માં 29-06-2022 રોજ એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી (Record Break Child Birth in Surat Hospital )ઉઠ્યું હતું.આ 23 બાળકોમાં (23 Child Birth in a Day) 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે. સુરતમાં 24 કલાકમાં 23 બાળકોનું એક જ હોસ્પિટલમાં જન્મવું એ એક રેકોર્ડ (Record Break Child Birth) બની ગયો છે.
સામાન્ય લોકોને માટે સસ્તી સારવાર ઉપલબ્ધ -હોસ્પિટલના ચેરમેન સી.પી વનાણીએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં (Matrushri Ramuba Tejani and Matrushri Shantaba Vidya Hospital ) જરૂરિયાતમંદ અને ખાસ કરીને રત્ન કલાકારો અને એમના પરિવાર સારવાર મેળવતા હોય છે. ખૂબ જ સામાન્ય ખર્ચે ડિલિવરી કરવામાં આવે છે. 29 તારીખ કે ડોક્ટર અને સ્ટાફના લોકોએ સતત 24 કલાક સેવા આપી છે. એક જ દિવસમાં 23 બાળકોનો જન્મ થયો એમાંંથી (Record Break Child Birth in Surat Hospital ) માત્ર છ જ સિઝેરિયન ડિલિવરી છે. આ હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 રુપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ માત્ર 5000 છે.
આ પણ વાંચોઃ આ અભ્યારણમાં મગરે 72 બચ્ચાઓને જન્મ આપ્યો, આપવામાં આવે છે આવી સ્પેશ્યલ ટ્રિટમેન્ટ