ગુજરાત

gujarat

ETV Bharat / state

યસ બેંકમાં માસિક ઉપાડની મર્યાદા નકકી કરતા સુરતમાં થાપણદારોની લાંબી કત્તાર - RBI sets monthly withdrawal limit

RBI દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નકકી કરાતા બેંકો બહાર થાપણદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. જ્યાં સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલી યસ બેંક તરફ મોડી રાતથી જ થાપણદારોએ દોટ મૂકી હતી. આરબીઆઇના આ નિર્ણયને લઈ થાપણદારોમાં રોષની લાગણી જોવા મળી હતી.

surat
સુરત

By

Published : Mar 6, 2020, 3:01 PM IST

સુરત : યસ બેંકના થાપણદારોની ઉપાડ રકમ પર આરબીઆઇ દ્વારા મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. હવેથી માત્ર દર મહિને યસ બેંકના થાપણદારો માત્ર 50,000 જેટલી જ રકમ ઉપાડી શકશે. આરબીઆઇની આ જાહેરાત બાદ થાપણદારોમાં જાણે રીતસરની દોડધામ મચી ગઇ હતી.

યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નકકી

જેમાં સુરત ખાતે આવેલી યસ બેંક બહાર મોડી રાતથી થાપણદારોએ લાંબી કતાર લગાવી દીધી હતી. માસિક ઉપાડ મર્યાદા નક્કી કરાતા થાપણદારો ચિંતામાં મુકાયા છે. જેને લઈ વહેલી સવારથી બેંક બહાર થાપણદારોની લાંબી કતાર જોવા મળી રહી છે. બેંક દ્વારા ઉપાડ માટે થાપણદારોને ટોકન આપી બેંકમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ થાપણદારો પાસે ઓળખ સહિતના પુરાવા માંગવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details