ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સ્થિતિને કાબુમાં રાખવા રેપીડ એક્શન ફોર્સ મેદાનમાં

લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરાવવા માટે હવે સુરતમાં રેપીડ એક્શન ફોર્સની ટીમ આવી પહોંચી છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકની અંદર આવેલા વિસ્તારોમાં આરએએફની ટીમ સઘન પેટ્રોલિંગ કરશે. RAFની ટીમે વરાછા, મહિધરપુરા સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કર્યો હતો.

સુરતમાં સ્થિતિને કાબુમાં રાખવા રેપીડ એક્શન ફોર્સ મેદાનમાં
સુરતમાં સ્થિતિને કાબુમાં રાખવા રેપીડ એક્શન ફોર્સ મેદાનમાં

By

Published : Mar 27, 2020, 11:55 PM IST

સુરત: દેશ સહિત રાજ્યમાં કોરોના વાઈરસના કારણે સ્થિતિ ગંભીર બની છે. કોરોના વાઈરસનો વ્યાપ ઘટાડવા કેન્દ્ર સરકારને લોકડાઉન કરવાની ફરજ પડી છે. પરંતુ કેટલાક લોકો લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ નથી કરી રહ્યા. જેને જોતા રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લીધી છે. લોકડાઉનનું ચુસ્ત રીતે અમલીકરણ કરાવવા માટે રેપીડ એક્શન ફોર્સની ટીમ મુખ્ય મહાનગરોમાં ફાળવી દીધી છે.

સુરતમાં સ્થિતિને કાબુમાં રાખવા રેપીડ એક્શન ફોર્સ મેદાનમાં

સુરત આવેલી રેપીડ એક્શન ફોર્સની કંપની દ્વારા ભાગળ, મહિધરપુરા, સરથાણા અને વરાછા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. રેપીડ એક્શન ફોર્સ દ્વારા એરિયા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યુ હતું. સુરતમાં હવેથી લોકડાઉનનું ચુસ્ત અમલ કરાવવા રેપીડ એક્શન ફોર્સ દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details