- શહેરમાં સતત વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ
- મહિલાની એકલતાનો લાભ લઇ આચર્યું દુષ્કર્મ
- ખરીદી માટે આવેલી 10 વર્ષની બાળકીની છેડતી
સુરત : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યો છે. દિનપ્રતિદિન હત્યા, લૂંટ, ચોરી સહિત દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે શહેરના અમરોલીમાં મહિલા સાથે દુષ્કર્મ અને 10 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છાપરાભાઠા રોડ ખાતે એક સોસાયટીમાં દુકાને સાડી સ્ટીચિંગનું કામ લેવા આવેલી મહિલા સાથે દુકાનદારે દુષ્કર્મ આચર્યું છે. તો બીજી તરફ જુના કોસાડ રોડ પર કરિયાણાની દુકાનમાં ગયેલી બાળકીને શારીરિક અડપલા કર્યા છે.
જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
સુરત શહેરમાં દિનપ્રતિદિન ચોરી, હત્યા, લૂંટ સહિત દુષ્કર્મના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુનાખોરોને પોલીસનો ખોફ જ ન હોય ગુના ખોરો ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. અમરોલી છાપરાભાઠા રોડ ખાતે શ્રીરામ નગરમાં સાડી સ્ટિચિંગનું કામ લેવા આવતી મહિલા સાથે દુકાનદારે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. શ્રીરામ નગરમાં રહેતો અલ્પેશ ગોસ્વામીનું શ્રીરામ નગર સોસાયટીમાં સાડીનું ગોડાઉન આવેલું છે. અલ્પેશ મહિલાઓને સાડી સ્ટીચિંગનું તથા સ્ટોન ચોંટાડવાનું કામ આપે છે. તેમની જ સોસાયટીમાં રહેતી મહિલા ગોડાઉનમાં સાડી સ્ટીચિંગનું કામ લેવા માટે એકલી ગઇ હતી. મહિલાની એકલતાનો લાભ લઇ મહિલાને પકડીને અલ્પેશે જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં મહિલાએ આરોપી અલ્પેશ ગોસ્વામી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ઘટનાની તપાસ હાથ ધરી છે.