"GJ 5 ભલે ગમે ત્યાં જાય.." સુરતીઓ યુવાનોએ લોન્ચ કર્યુ રેપ સોન્ગ - GJ 5 ભલે ગમે ત્યાં જાય..
સુરતઃ સિંગર હની સિંગ તેમજ બાદશાહના રેપ સોન્ગથી આજના યુવાનોમાં નવો ક્રેઝ જોવા મળે છે. સુરતના યુવાનોને પણ આવો ક્રેઝ લાગ્યો છે. સુરત સિટીને રિપ્રેઝન્ટ કરવા માટે 4 યુવાનોએ મળીને એક રેપ સોન્ગ બનાવ્યું છે. જેમાં સુરતની દરેક વિશેષતાઓને આવરી લેવાઈ છે.

આજની જનરેશનને કોઈ પણ વસ્તુ પીરસવા માટે તેમને ગમતું માધ્યમ ધ્યાનમાં રાખવું જરૂરી બની ગયું છે. સુરતને અલગ જ અંદાજમાં રિપ્રેઝન્ટ કરવા માટે 4 સુરતી યુવાનો કુણાલ શાહ, દેવ માંડવીવાળા, અબ્બીઉલ્લાહ સૈયદ, બની રેપરે હિપ હોપ રેપ સોન્ગનો સહારો લીધો છે. જેમાં સુરતની ઓળખ કહો એવી સુરતના જમણ, લોકોની કમાવાની આવડત, ડાયમંડ સિટી, ઉદારવાદી અને વિશ્વાસુ જેવી સ્પેશિયાલિટીને આવરી લેવાઈ છે. આ રેપ સોન્ગમાં સુરત સિટીને બતાવવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે. જેથી તેને પ્રોફેશનલ ક્વોલિટી ટચ આપી શકાય.આ સોન્ગ નૈતિક કોસંબાવાળા એ એડિટ કર્યું છે.