સુરત: 16 વર્ષની તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણા કાફેના કપલ બોક્સમાં શરીર સંબંધ બાંધતો (Rape case In surat) વીડિયો બનાવી લીધો હતો. તે વીડિયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પણ તેણે આ રિકવેસ્ટ નહીં સ્વીકારતા વીડીયો વાયરલ કરી દીધો હતો જેમાં સરથાણા પોલીસે (Sarthana police) તરુણીના મિત્ર,વીડિયો વાયરલ (Viral videos) કરનાર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની આ તમામની ધરપકડ કરી લીધી છે.
કાચી ઉંમરની ભુલ
મૂળ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી સુરતમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કાર્યરત છે. આ યુવાનની પુત્રીએ ધો.10 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ માતાને ઘરકામમાં મદદ કકરે છે. ગત શનિવારે સવારે રત્નકલાકારને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી જાણ કરી કે, તમારી દીકરીનો એક વીડિયો મોકલું છું. મિત્રએ મોકલેલો વિડીયો રત્નકલાકારની પત્નીએ જોયો તો તેમાં સગીરા કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. આ બાદ રત્નકલાકારે તે છોકરા વિશે પૂછ્યું તો સગીરાએ તેની ઓળખ બે વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બન્યો હતો. જેનું નામ સચિન કુકડીયા જણાવ્યું હતું.
ઇન્કાર છતાં તેને પોતાની બાઈક પર બેસાડી
સચિને મિત્રતા કરી પછી સગીરાને પહેલા બહેન બનાવી અને તેની સાથે અવારનવાર વાત કરી વ્હોટ્સએપ નંબર મેળવી તેના પર મેસેજ કરી મળવા બોલાવી હતી. સગીરાએ પહેલી વાર તો ના પાડી દીધી, પરંતુ બીજીવીર બન્ને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. ત્યાંથી સચિન સગીરાને એક કાફેમાં લઈ ગયો હતો પણ કાફે બંધ હોવાથી સચિને તેના મિત્રને બાઈક લઈને આવવા કહ્યું હતું. સચિને સગીરાના ઇન્કાર કરવા છતાં તેને પોતાની બાઈક પર બેસાડી અને સરથાણા જકાતનાકા સ્થિત કાફેમાં કપલ બોક્સે પહોંચ્યાં હતા.
સચિનના મિત્રએ આપી હતી વીડિયો વાયરલ કરવાની ધમકી