સુરતના ડિંડોલી વિસ્તારમાં કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી (Rape Case in Surat) નીકળ્યાનો કેસ સામે આવી રહ્યો છે. આ ઘટનાની ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ત્રણ જેટલા નરાધમોએ માસૂસ કિશોરી સાથે બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
મિત્રો દ્વારા જ ગેગરેપ કરવામાં આવ્યું
સુરતમાં ગેંગરેપની ઘટના (Gagrap in Surat) સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. સુરત ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર SMC આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવતા ડીંડોલી પોલીસ દોડતી થઈ હતી. એટલું જ નહીં પણ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપિસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી છે.
કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા
ડીંડોલી PSIએ કે.બી દેસાઈએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં એટલે કે 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતા કિશોરી ઘર છોડી ભાગી ગઈ હતી. આ કિશોરી સુરજસિંગ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યાઓ પર રહેતા હતા. જોકે દાનત બગાડતા સુરજસિંગએ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ (Rape in Dindoli area of Surat) બાંધ્યા હતા. પછી અવાર નવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો.